ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2020
Written By
Last Modified: મંગળવાર, 2 જૂન 2020 (19:33 IST)

Grahan 2020 : ગ્રહણ ત્રણ કલાકથી વધુ રહેશે, જાણો ચંદ્રગ્રહણની તારીખ, સુતકકાળ અને તેનાથી સંબંધિત માન્યતાઓ વિશે

જૂન મહિનામાં બે ગ્રહણ પડવાના છે. પ્રથમ ગ્રહણ 5 જૂનના રોજ છે. આ ચંદ્ર ગ્રહણ અનેક રીતે મહત્વપૂર્ણ છે અને અનેક રાશિયો માટે ચેતાવણી અને અનેક માટે ખુશીઓ લઈને આવનારી છે, ચંદ્ર ગ્રહણને લઈને આપણે વિશેષ સાવધાની રાખવી જોઈએ. ઘણીવાર લોકો તેને ધ્યાનમાં લેતા નથી પણ તેનો ખરાબ પ્રભાવ સીધો આપણા જીવન પર પડે છે.  5 જૂને લાગનારુ ગ્રહણ કુલ 3 કલાક 18 મિનિટ હશે. આવી સ્થિતિમાં, ચાલો આપણે જાણીએ કે આ દિવસે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.
 
ચંદ્રગ્રહણ એટલે શુંતે ખગોળીય સ્થિતિને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે જેમાં ચંદ્ર પૃથ્વીની ઠીક પાછળ આવે છે. જ્યોતિષની ગણતરી મુજબ તે ફક્ત પૂર્ણિમા પર જ  થઈ શકે છે.
 
ક્યારે  છે ચંદ્રગ્રહણ
ભારતીય સમય મુજબ 5 જૂનનાં રોજ રાત્રે 11.16 વાગ્યે લાગનારુ આ  ગ્રહણ આગામી 6 તારીખે 6 જૂનનાં રોજ રાત્રે  2.32 સુધી રહેશે.
 
કંઈ રાશિ પર લાગશે ગ્રહણ - જ્યોતિષની ગણતરી મુજબ આ ગ્રહણ વૃશ્ચિક રાશિ અને જયેષ્ઠા નક્ષત્ર પર લાગવાનું છે.
 
શુ છે સૂતકનો સમય  ? 
 
આ સમય દરમિયાન અશુભ સમયની શરૂઆત થશે, જે સમયે વિશેસ રૂપથી બચવાની જરૂર છે. તેની શરૂઆત ચંદ્રગ્રહણના લગભગ નવ કલાક પહેલા શરૂ થશે અને ગ્રહણના અંત સાથે જ એટલે કે બપોરે 2.32 વાગ્યે સમાપ્ત થશે.
 
ગ્રહણ દરમિયાન ન કરશો આ 7 કામ 
 
ઘર્મગુરૂ ના જણાવ્યા મુજબ ગ્રહણ દરમિયાન આપણી પાસે એવી  ઘણી વસ્તુઓ હોય છે જેને ટાળવી જોઈએ, નહીં તો તેનાથી આપણા જીવન પર વિપરીત અસર પડી શકે છે. સુતક શરૂ થતાંની સાથે ઘણી નકારાત્મક શક્તિઓનું વર્ચસ્વ રહે છે. તેથી, તે જ સમયથી આપણે નીચેની સાવચેતી રાખવી જોઈએ ....
 
- ભગવાનની પૂજા ન કરો અને તેમની મૂર્તિને સ્પર્શ પણ ન કરો.
- આસપાસના મંદિરોના દરવાજા બંધ કરવા જોઈએ. ઘરે પણ આવું કરો અને આ દરમિયાન કોઈ શુભ કાર્ય ન કરો કારણ કે કોઈ ફાયદો મળશે નહીં.
- પ્રેગનેંટ સ્ત્રીઓએ તેનાથી વિશેષ કરીને તેનાથી બચવાની જરૂર છે. ગ્રહણ સમયે, તેમણે ગ્રહણ સમયે ન તો ઘરની બહાર નીકળવું જોઈએ અને ન ચંદ્ર તરફ જોવું જોઈએ. આનાથી બાળક અને માતા બંને પર ખરાબ અસર પડી શકે છે.
- ગ્રહણ દરમિયાન ભૂલથી પણ વૈવાહિક જીવનનો આનંદ ન લેવો જોઈએ. તેનાથી ગર્ભાશય પર ખરાબ અસર પડશે.
- આ સમય દરમિયાન સ્મશાનગૃહની આસપાસ ભટકવું ન જોઈએ. કારણ કે નકારાત્મક શક્તિ હાવી થઈ જાય છે. 
- આ સમય દરમ્યાન કંઈપણ રાંધશો નહી કે ખાશો નહી  
- ગ્રહણ દરમિયાન નખ, દાઢી અને વાળ ક્યારેય કાપવા ન જોઈએ.