શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2020
Written By

જાણો ચપ્પલ સાથે જોડાયેલા ટોટકા અને રોચક વાતો

વેબદુનિયા ગુજરાતીના તંત્ર ટોટકા ચેનલમાં આપનુ સ્વાગત છે. મિત્રો આજે અમે આપને બતાવીશુ ચપ્પલ સાથે સંકળાયેલા કેટલાક ટોટકા વિશે માહિતી.. 
 
તમે જોયુ હશે કે તમારી ચંપલ કે શુઝ ઉંઘા થઈ જાય છે તો મોટેભાગે વડીલો આપણને ટોકે છે. તમે કદી જાણવાની કોશિશ કરી છે કે આની પાછળ શુ રહસ્ય છે. તો ચાલો જાણીએ આજે ચંપલ વિશે આવી જ રોચક વાતો 
 
ઘરની બહાર મુકેલા ચંપલ કે શુઝ ઉંઘા થઈ જાય તો તેને તરત જ સીધા કરી દેવા જોઈએ. એવુ કહેવાય છે કે જો આવુ ન કરવામાં આવે તો તમારો કોઈની સાથે ઝગડો થઈ શકે છે.  ઝગડાથી બચવા માટે ચંપલ ઉંઘી થઈ છે તો એક ચંપલથી બીજી ચંપલને મારવાનો અંધ વિશ્વાસ છે. એવુ પણ કહેવાય છે કે જે વ્યક્તિની ચંપલ ઉંઘી થઈ ગઈ છે અને તે સીધી ન કરે તો તે વ્યક્તિ બીમાર થઈ શકે છે  
 
 શુ તમે જાણો છો કે તમારા પગમાં પહેરાનારી ચંપલ  પણ તમારે માટે શુભ  કે અશુભ હોઈ શકે છે. જ્યોતિષ મુજબ ચંપલ સાથે જોડાયેલ કેટલીક એવી વાતો હોય  છે જે આપણા જીવન પર પ્રભાવ નાખે છે તો  
ચંપલની શુભ અશુભ વાતો 
 
- મિત્રો જ્યારે તમારી ચંપલ તૂટી જાય છે તો તમે મોટેભાગે તેને બાજુ પર મુકી દો છો અને વિચારો છો કે જ્યારે સમય મળશે ત્યારે તેને ઠીક કરાવી લઈશ પણ એવુ કહેવાય છે કે આ જ તૂટેલી ચંપલ તમારા ઘરમાં અશાંતિનુ વાતાવરણ ઉભુ કરી શકે છે. 
 
- ચંપલ અને જૂતાને ક્યારેય પણ ઘરના ઉંબરા પર કે ઘરના દરવાજા પાસે ઉભા કરીને ન મુકવા જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશ કરે છે. 
 
- એવુ પણ કહેવાય છે કે ક્યારેય પણ ઘરના દરવાજા પર ચપ્પલ ન ઉતારવી જોઈએ. દરવાજા પર ચપ્પલ ઉતારવાથી ઘરમાં બરકત નથી રહેતી.
 
- ઘરના દાદરા નીચે પણ જૂતા ચપ્પલ ન ઉતારવા જોઈએ કે ફાલતુ સામાન ન મુકવો જોઈએ. આ પણ અશુભ માનવામં આવે છે.  
 
- વાસ્તુ શાસ્ત્રમાં કહેવાયુ છે કે ક્યારેય પણ ભેટમાં મળેલા જૂતા ન પહેરવા જોઈએ.  ભેટમાં મળેલા જૂતા પહેરવાથી કેરિયર પર ખોટી અસર પડે છે. 
 
- ક્યારેય પણ આપણે તૂટેલા ફાટેલા જૂતા ન પહેરવા જોઈએ તેનાથી દુર્ભાગ્ય વધે છે.  ઘણીવાર પાસે પૈસા ન હોવાથી લોકો ફાટેલા જૂતા ચપ્પલ પહેરીને જ બહાર નીકળી જાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ફાટેલા જૂતા ચપ્પલ પહેરીને બહાર જવાથી કેરિયરમાં મળી રહેલ સફળતા નિષ્ફ્ળતામાં ફેરવાય જાય છે.  
 
- જ્યોતિષ મુજબ વ્યક્તિના પગમાં શનિનો વાસ હોય છે તેથી શનિવારે જૂતા ચપ્પલ ન ખરીદવા જોઈએ. જો કોઈ વ્યક્તિનો શનિ ખરાબ ચાલી રહ્યો છે તો શનિવારે મંદિરમાં જૂતા કે ચપ્પલ છોડીને આવી જવુ જોઈએ. શનિની ખરાબ અસર સમાપ્ત થઈ જાય છે.   
 
- જૂતા ચપ્પલ ખોવાય જવા પણ શુભ શગુન માનવામાં આવે છે. વડીલો કહે છે કે આવુ થવાથી અશુભ ગ્રહ શુભ થઈ જાય છે.  પણ વ્યક્તિ જ્યારે શનિની નજરમાં આવે છે તો તેના જૂતા ચપ્પલ ગુમ થવા માંડે છે કે પછી તૂટી જાય છે. 
ઘણીવાર તો લાંબી યાત્રા પણ કરવી પડે છે.  
 
- શનિવારે જૂતા ચપ્પલનુ દાન કરવુ ખૂબ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને ચામડાના જૂતા ચપ્પલ દાન કરવા શુભ માનવામાં આવે છે.    
 
- મિત્રો તિજોરી કે તમારા ગલ્લા પાસે કે રસોડામાં જૂતા ચપ્પલ પહેરીને ન જવુ જોઈએ. જમતી વખતે પણ જૂતા ચપ્પલ પહેરીને ન બેસવુ જોઈએ. કારણ કે આવુ કરવાથી દુર્ભાગ્યમાં વૃદ્ધિ થાય છે.  
 
 
જો તમને આ માહિતી ન ગમી હોય તો અમને જરૂર જણાવજો અને હા જૂતા ચપ્પલ વિશે તમે અન્ય કોઈ માહિતી જાણતા  હોય તો અમને નીચેના કમેંટ બોક્સમાં લખી મોકલાવો