શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2023
Written By
Last Modified: બુધવાર, 17 મે 2023 (17:25 IST)

Gajakesari Yoga 2023- શનિ જયંતિ પહેલા ગજકેસરી યોગ

Gajakesari Yoga before Shani Jayanti
Gajakesari Yoga 2023- હવે 2023માં શનિ જયંતિથી ઠીક પહેલા ગજકેસરી યોગ બની રહ્યુ છે. 19 મે 20 23ના દિવસે શુક્રવારે ઉજવાશે. જ્યોતિષીય ગણનાના મુજબ ગજકેસરી યોગ 17 મે 2023 બુધવારે બનશે જ્યારે બૃહસ્પતિ અને ચંદ્રમા મેષ રાશિમાં યુતિ કરશે. આ વર્ષે શનિ જયંતિ 3 રાશિના જાતકો માટે ખૂબ શુભ સિદ્ધ થઈ શકે છે. તેના પર શનિ દેવની કૃપા થશે. જેનાથી તમારા ધન, સમૃદ્ધિ અને સુખ વગેરેમાં આવક વધી શકે છે. 
 
શનિ જયંતિ 3 રાશિઓ માટે શુભ 
મેષ- શનિ જયંતિ પર બનશે ગજકેસરી યોગ મેષ રાશિના જાતકો માટે ઉન્નતિકારક થશે. આ દિવસે મેષ રાશિમાં ચંદ્રમા અને ગુરૂની યુતિથી ગજકેસરી યોગ બનશે. મેષ રાશિવાળા જાતકોને  ધન, સમૃદ્ધિ અને સુખમાં વધારો થશે. આ સમયે તમે જે પણ કાર્ય કરવા ઈચ્છો છો કરી લો તમને સફળતા મળશે. 
 
તમારા પર શનિદેવની કૃપા રહેશે. આ કારણે કર્જથી પરેશાની દૂર થઈ શકે છે. ઘરમાં ક્લેશ પણ દૂર થશે. પારિવારિક જીવન સુખમય થશે. આ દરમિયાન તમારી આવકમાં વૃદ્ધિ થશે અને તમે વધારા આવક માટે કોશિશ કરશો જેમાં સફળતા મળશે. આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે. દાંપત્ય જીવન સુખમય થશે. 
 
મિથુન - શનિ જયંતિ તમારી કિસમતમાં ચાર ચાંદ લગાવી શકે છે. તમારા પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. નોકરીયાતને આ દરમિયાન કોઈ મોટુ પદ કે જવાબદારી મળી શકે છે. જે તમારા કરિયરને આગળ વધારતા સિદ્ધ થઈ શકે છે તમારા કામ અને નિર્ણયના વખાણ થશે. 
 
તુલા - આ રાશિના જાતકોને હમેશા શનિદેવની કૃપા મળે છે. આ વર્ષે શનિ જયંતિ પર તમારા  ધન, સમૃદ્ધિ અને સુખ -યશ વગેરેમાં વધારાના યોગ બને છે. જીવનમાં સફળતા પ્રાપ્તિ માટે તમને શનિ દેવની આરાધના વિધિપૂર્વક કરવી જોઈએ. દરરોજ શક્ય ન હોય તૂ શનિવારે જરૂર શનિદેવની પૂજા કરવી. 

Edited By-Monica sahu