બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. પ્રો કબડ્ડી 2021
Written By
Last Modified: મંગળવાર, 14 ડિસેમ્બર 2021 (18:08 IST)

Pro Kabaddi League 2021: જાણો 22 ડિસેમ્બરથી બેંગલોરમાં શરૂ થઈ રહેલ પ્રો કબડ્ડી લીગમાં આ વખતે શુ છે ખાસ ?

Pro Kabaddi League season 8: પ્રો કબડ્ડી લીગની આઠમી સિઝન 22 ડિસેમ્બરથી બેંગ્લોરમાં શરૂ થશે, જે દર્શકો વિના રમાશે. વિવો પ્રો કબડ્ડી લીગના આયોજક મશાલ સ્પોર્ટ્સે(Mashal Sports) પ્રથમ ચાર દિવસ માટે 3-3  મેચ યોજવાનું નક્કી કર્યું છે.
 
પ્રો કબડ્ડી લીગની 8મી સીઝન યુ મુમ્બા અને બેંગ્લોર બુલ્સ વચ્ચેની મેચથી શરૂ થશે. આ પછી તેલુગુ ટાઇટન્સનો મુકાબલો તમિલ થલાઇવાસ સાથે થશે. તે જ સમયે, યુપી યોદ્ધા ડિફેન્ડિંગ ચેમ્પિયન બંગાળ વોરિયર્સ સાથે ટકરાશે.
 
કોરોના મહામારીના પગલે ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શેરેટોન ગ્રાન્ડ બેંગ્લોર વ્હાઇટફિલ્ડ હોટેલ એન્ડ કન્વેન્શન સેન્ટરના સમગ્ર સ્થળને બાયો બબલમાં ફેરવી દેવામાં આવ્યું છે. તમામ 12 ટીમો અહીં રહેશે અને રમશે.
 
7મી સિઝનની ફાઇનલમાં બંગાળે દબંગ દિલ્હીને હરાવ્યું હતું. ગયા વર્ષે કોરોનાને કારણે પ્રો કબડ્ડી લીગનું આયોજન થઈ શક્યું ન હતું. અત્યાર સુધીમાં 5 ટીમો ચેમ્પિયન બની છે. પટના પાઇરેટ્સ (Patna Pirates)3 વખત ટાઈટલ જીતી ચુકી છે.
 
આવુ રહેશે પહેલીવાર જ્યારે પ્રો કબડ્ડી લીગનો એક જ દિવસમાં 3 મેચ રમાશે. પ્રો કબડ્ડી લીગનો પ્રથમ મુકાબલો સાંજે 7.30 વાગ્યે (બેંગલોર બુલ્સ vs યૂ મુંબા), બીજી 8.30 વાગે (તેલુગુ ટાઈટ્સ vs તમિલ થલાઈવાઝ) અને ત્રીજો મુકાબલો 9.30 વાગ્યે (બંગાલ વોરિયર્સ VS યુપી યોદ્ધા) વચ્ચે રમાશે