રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. ગુજરાત લોકસભા સીટ 2019
Written By
Last Modified: મંગળવાર, 7 મે 2019 (17:53 IST)

નવસારી લોકસભા ચૂંટણી 2019

મુખ્ય પ્રતિદ્વંદી -  સીઆર પાટીલ (ભાજપ)   ધર્મેશ પટેલ (કોંગ્રેસ) 
 
નવસારી (નંબર 25) બેઠક ઉપર ભાજપના સાંસદ સી. આર. પાટીલ ફરી એક વખત ચૂંટણીજંગમાં છે. ગત વખતે કૉંગ્રેસે મકસૂદ મિર્ઝાને ટિકિટ આપી હતી, આ વખતે ધર્મેશ પટેલને ચૂંટણીમેદાનમાં ઉતાર્યા છે.
 
લિંબાયત, ઉધના, મજૂરા, ચોર્યાસી, જાલાપોર, નવસારી તથા ગણદેવી (ST) આ લોકસભા બેઠક હેઠળ આવતી વિધાનસભા બેઠકો છે.
 
1076400 પુરુષ, 894988 મહિલા તથા 77 અન્ય સહિત કુલ 1971465 મતદાર આ બેઠક ઉપર નોંધાયેલા છે.
 
ગુજરાતમાં લોકસભાની કુલ 26 સીટ છે. મુખ્ય મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે. બંને પાર્ટીઓ બધી 26 સીટ પર ચૂંટણી લડી રહી છે.  અમિત શાહ  જેવા દિગ્ગજ આ વખતે ગુજરાતમાં પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે.  2014માં બીજેપીએ બધી 26 સીટો પર વિજય મેળવ્યો હતો.