સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને ઝાટકો, તલાલાની પેટાચૂંટણી રદ થઈ
તાલાલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડને કોર્ટે સજા કર્યા બાદ તેમના સસ્પેન્શન અને તાલાલાની પેટાચૂંટણી જાહેર કરવા મામલે આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. જેમાં ગુજરાત ચૂંટણી પંચને લપડાક પડી છે. સુપ્રીમ કોર્ટે પેટાચૂંટણી રદ કરવાનો ચુકાદો આપ્યો છે. જોકે પેટાચૂંટણીની જાહેરાત બાદ રવિવારે જ ભાજપે જસા બારડને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા.આ પહેલાં ભગવાન બારડની તાલાલા બેઠકની પેટાચૂંટણી રદ કરવાની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી હતી. ત્યારબાદ ભગવાન બારડે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.