ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રી
Written By
Last Updated : ગુરુવાર, 7 માર્ચ 2024 (07:16 IST)

Mahashivratri 2024 : મહાશિવરાત્રિ પર આ 7 ભૂલો કરી તો થશે મોટુ નુકશાન, નહી મળે શિવનુ વરદાન

If you do these 7 mistakes on Mahashivratri, there will be a big loss
જ્યોતિષ શાસ્ત્રમાં સાધના માટે ત્રણ રાત વિશેષ માનવામાં આવી છે. તેમા શરદ પૂર્ણિમાની મોહરાત્રિ, દિવાળીની કાલરાત્રિ અને મહાશિવરાત્રિ ને સિદ્ધ રાત્રિ માનવામાં આવી છે.  માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિને મહાશિવરાત્રિનો મહાપર્વ ઉજવાય છે. આ વર્ષે આ તહેવાર 8 માર્ચ 2024ના રોજ ઉજવાશે. આવો જાણીએ આ પાવન પર્વ પર એ કયા કામ છે જે ન કરવા જોઈએ. 
 
 શિવ પૂજા દરમિયાન ભૂલથી પણ ન કરો આ 7 ભૂલ 
 
1. શંખ જળ - ભગવાન શિવે શંખચૂડ નામના અસુરનો વધ કર્યો હતો. શંખને એ જ અસુરનુ પ્રતિક માનવામાં આવે છે જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો તેથી વિષ્ણુ ભગવાનની પૂજા શંખથી થાય છે.  પણ શિવજીની પૂજામાં શંખનો પ્રયોગ ન કરવો જોઈએ. 
 
2. ફુલ - ભગવાન શિવની પૂજામાં કેસર દુપહરિકા, માલતી, ચમ્પા, ચમેલી, કુન્દ, જૂહી વગેરેના ફુલ ન ચઢાવવા જોઈએ 
3. કરતાલ - ભગવાન શિવની પૂજા સમયે કરતાલ ન વગાડવુ જોઈએ. 
 
4. તુલસી પાન - જલંધર નામના અસુરની પત્ની વૃંદાના અંશમાથી તુલસીનો જન્મ થયો હતો જેને ભગવાન વિષ્ણુએ પત્નીના રૂપમાં સ્વીકારી કર્યા છે. તેથી શિવજીની પૂજામાં તુલસીદળનો પ્રયોગ ન કરવો જોઈએ. 
 
5. કાળા તલ - કાળા તલ ભગવાન વિષ્ણુના મેલમાંથી ઉત્પન્ન થયેલા માનવામાં આવે છે. તેથી તેને ભગવાન શિવને અર્પિત ન કરવા જોઈએ.  
 
6. તૂટેલા ચોખા - ભગવાન શિવને ચોખા એટલે કે આખા ચોખા અર્પિત કરવા વિશે શાસ્ત્રોમાં લખ્યુ છે કે તૂટેલા ચોખા અપૂર્ણ અને અશુદ્ધ હોય છે. તેથી આ શિવજીને ચઢાવવામાં આવતા નથી. 
 
7. કંકુ - આ સૌભાગ્યનુ પ્રતિક છે. જ્યારે કે ભગવાન શિવ વૈરાગી છે. તેથી શિવજીને કુમકુમ ચઢાવાતુ નથી.