ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રી
Written By
Last Updated : બુધવાર, 28 ફેબ્રુઆરી 2024 (16:22 IST)

મહાશિવરાત્રિ પર બની રહ્યો છે શુભ સંયોગ, આ સમયે કરો ભગવાન શિવની આરાધના, પૂરી થશે મનોકામના

mahashivratri shubh yog
mahashivratri shubh yog
Mahashivratri 2024 દર વર્ષે શિવ ભક્તો મહાશિવરાત્રિની રાહ જોતા હોય છે. હિન્દુ પંચાગ મ્જબ આ તહેવાર દર વર્ષે માઘ મહિનાની કૃષ્ણ પક્ષની તેરસ તિથિના દિવસ ઉજવાય છે. આ હિસાબથી વર્ષ 2024માં આ તહેવાર 8 માર્ચ 2024ના રોજ શુક્રવારે ભવ્યતાની સાથે ઉજવાશે. પૌરાણિક માન્યતા મુજબ આ દિવસ ભગવાન શિવનો માતા પાર્વતી સાથે વિવાહ થયો હતો.  ભગવાન ભોલેનાથ સાથે મા પાર્વતીના વિવાહમાં દેવ, ગંધર્વ, યક્ષ, અસુર સહિત સંસારના સમસ્ત લોકો સામેલ થયા હતા.  ત્યારથી આ શિવ વિવાહ મહાશિવરાત્રિના નામે લોક પ્રસિદ્ધ થયો અને ત્યારથી દર વર્ષે ઉજવાય છે. 
 
આ વખતની મહાશિવરાત્રિ હિન્દુ પંચાગ મુજબ ખૂબ શુભ બતાવી છે. કારણ કે આ દિવસે દુર્લભ યોગ બની રહ્યા છે. આવામાં મહાદેવની આરાધના કરવાથી મહાપુણ્યની પ્રાપ્તિ થશે અને મહાદેવ પ્રસન્ન થઈને જીવનના દરેક સુખ-વૈભવથી તમારી તિજોરી ભરી દેશે. આવો જાણીએ આ શુભ યોગ વિશે. 
 
મહાશિવરાત્રિ શુભ યોગ 
શિવ યોગ - આ યોગ 8 માર્ચ 2024ના રોજ સવારે 4 વાગીને 46 મિનિટથી શરૂ થશે અને 9 માર્ચ 2024ની મોડી રાત્રે 12 વાગીને 46 મિનિટ પર સમાપ્ત થશે. શિવ સાથે જોડાયેલ આ યોગ શિવરાત્રિના તહેવાર પર બની રહ્યો છે. જે મહાદેવની કૃપા મેળવવા માટે ખૂબ શુભ છે. માન્યતા છે કે આ યોગમાં શિવ આરાધના કરવાથી મહાદેવ જલ્દી પ્રાર્થના સ્વીકાર કરી લે છે.  આ યોગ ભગવાન શિવની પૂજા માટે એકદમ શુભ માનવામાં આવે છે. 
 
સિદ્ધ યોગ - આ યોગ 9 માર્ચ 2024ની મોડી રાત્રે 12 વાગીને 46 મિનિટથી શરૂ થશે અને સાંજે 8 વાગીને 32 મિનિટ સુધી રહેશે. આ યોગ સિદ્ધિ પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે. આ સાથે આ યોગ નિશિતાકાલ મુહૂર્તમાં પડી રહ્યો છે. આ દરમિયાન શિવ આરાધના કરવ આથી તમારી પૂજા સિદ્ધ માનવામાં આવશે.  જે પૂજા વિધિના માઘ્યમથી તમે ભોલેનાથની પૂજા આ યોગમાં કરો છો તે સિદ્ધિને પ્રાપ્ત થશે.
 
સર્વાર્થ સિદ્ધિ યોગ - આ યોગ 8 માર્ચ 2024ના રોજ સવારે 6.38 મિનિટથી શરૂ થશે અને 10 વાગીને 41 મિનિટ સુધી રહેશે.  આ યોગ કાર્યોને સિદ્ધ કરવા અને તેમા સફળતા આપનારો હોય છે. આવામાં શિવરાત્રિવાળા દિવસે મહાદેવની ઉપાસના કરવાથી તમને દરેક કાર્યમાં પ્રસિદ્ધિ મળશે. 
 
શિવરાત્રિ પૂજા શુભ મુહૂર્ત 
 
મહાશિવરાત્રિ - 8 માર્ચ 2024 શુક્રવાર 
નિશિતા કાલની પ્રથમ પૂજાનુ શુભ મુહુર્ત - 9 માર્ચ, 2024ના રોજ સવારે 12:07 થી બપોરે 12:56 સુધી.
નિશિતા સમયગાળાની કુલ અવધિ - 49 મિનિટ સુધી.
રાતની પ્રથમ પૂજાનુ શુભ મુહુર્ત - 8 માર્ચ, 2024 ના રોજ સાંજે 6:25 થી 9:28 સુધી.
રાતની બીજી પ્રહર પૂજાનુ શુભ મુહુર્ત - 8 માર્ચ, 2024ના રોજ રાત્રે 9:28 વાગ્યાથી 9 માર્ચ, 2024ના રોજ રાત્રે 12:31 વાગ્યા સુધી.
રાત્રે તૃતીય પ્રહર પૂજાનું શુભ મુહુર્ત - 9 માર્ચ, 2024 ના રોજ, સવારે 12:31 થી 3:34 સુધી.
રાત્રે  ચતુર્થ પ્રહર  પૂજાનું શુભ મુહુર્ત  - 9 માર્ચ, 2024 ના રોજ, સવારે 3:34 થી 6:37 સુધી.