મુખપૃષ્ઠ > વિવિધ > સૌંદર્ય > લેખ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ખોડાની સમસ્યાને દૂર કરો
W.D

ખોડો એક સામાન્ય પ્રક્રિયા છે જે માથાના ઉપરના ભાગની ત્વચાના મૃત સેલ્સને કારણે ઉત્પન્ન થાય છે. આ થોડાક સમય બાદ જાતે જ સરખી થાય જાય છે. આ રીતે જુની ત્વચાનું ઉતરી જવું અને નવી ત્વચાનું આવવું એક સામાન્ય પ્રક્રિયા ચાલતી રહે છે. પરંતુ આ પ્રક્રિયા વધારે માત્રામાં થવા લાગે છે ત્યારે સમસ્યાનુ રૂપ લઈ લે છે જેને ખોડાની સમસ્યા કહેવાય છે.

ખોડો ઉત્પન્ન થવાના ઘણાં કારણો હોઈ શકે છે. જેવી રીતે વધારે પડતી ક્રિયાશીલ વસામય ગ્રંથીઓ જે ત્વચાને ચિકણી બનાવે છે કે પછી એવી ગ્રાંથિઓ જે ફંગસ વધારે છે. હવામાનમાં આવતાં ફેરફાર જેવી રીતે ગરમીમાંથી વરસાદ ત્યાર બાદ ઠંડી વગેરે તે પણ આને અસર કરે છે. અસંતુલિત ભોજન, શારીરિક થકાવટ, આલ્કોહોલ સાબુનો પ્રયોગ, હેરકંડીશનરનો ઉપયોગ, પાચન ક્રિયા સરખી ન હોવી વગેરે આ સમસ્યાને વધારી શકે છે.

ખોડો બે પ્રકારનો હોય છે- શુક્લ અને તૈલિય. શુક્લ ખોડાનો સંબંધ રૂખા વાળ અને શુષ્ક ત્વચાથી થાય છે જેને તમે વાળની અંદર, માથામાં અને ખભા પર સ્પષ્ટ રીતે જોઈ શકો છો. આ પ્રકારનો ખોડો સામાન્ય રીતે ચાલીસથી પચાસ વર્ષની ઉંમરમાં થાય છે. આવા પ્રકારનો ખોડો થવા પર વધારે પડતું બ્રશિંગ અને ખરાબ કેમિલક્સનો પ્રયોગ વધારે પડતો હાનિકારક હોય છે. પોતાના વાળને રોજ કોઈ સારા શેમ્પુથી સાફ કરો.

વાળને શેમ્પુ કરતી વખતે માથાની ત્વચાની સારી રીતે માલીશ કરો. આનાથી લોહીનું પરિભ્રમણ સારૂ થાય છે અને ખોડાની સમસ્યા થોદીક હદે દૂર થઈ જાય છે.

તૈલિય ખોડો તેમને વધું થાય છે જેમની સ્કિન ઓઈલી હોય તેમજ જેના ચહેરા, ગરદન અને ખભા પર ખીલ થતાં હોય. ખોડાને કારણે માથામાં સતત ખંજવાળ આવતી રહે છે અને ક્યારેક ક્યારેક તો ત્વચા લાલ પણ થઈ જાય છે.

આ પ્રકારનો ખોડો સામાન્ય રીતે 14 થી 15 વર્ષની ઉંમરે થાય છે. કેમકે આ સમયે વસા ગ્રંથીઓ વધારે પડતી ક્રિયાશીલ હોય છે. જેથી કરીને તે વધારે તેલ ઉત્પન્ન કરે છે. આવા સમયે તમારા વાળનું ખુબ જ ધ્યાન રાખવું જરૂરી છે અને વાળને કોઈ સારા બ્રાંડયુક્ત શેમ્પુથી ધોવા જોઈએ.

* ધ્યાન રાખો માથાની વધારે પડતી માલિશ ન કરો. કેમકે વધારે પડતી માલિશ અને ગરમ પાણીથી વાળમાં વધારે ચીકાશ થાય છે. વાળને નવાયા પાણીથી ધુઓ. તમે કોઈ મેડિકેટેડ શેમ્પુનો પણ પ્રયોગ કરી શકો છો. તણાવમુક્ત રહો અને સંતુલિત આહાર લો.

* દિવસમાં ઓછામાં ઓછા આઠ કલાક અવશ્ય ઉંઘ લો. ખાવામાં સલાડ, તાજા ફળ અને બાફેલા કઠોળનો વધારે ઉપયોગ કરો. દિવસમાં ઓછામાં ઓછા આઠથી દસ ગ્લાસ પાણી પીવો.

* વાળની સફાઈ કરતાં પહેલાં વાળની પ્રકૃતિને અનુરૂપ શેમ્પુનો ઉપયોગ કરો.

* વાળને પ્રાકૃતિક રીતે સુકાવા દો. તેના માટે અન્ય કોઈ સાધનોનો ઉપયોગ ન કરશો.

* ખોડો ફુડ એલર્જીનું સામાન્ય લક્ષણ છે તેથી તેની જાણ કરો જે તમારા ખોડાનું કારણ છે.

* વાળમાં રસાયણનો પ્રયોગ ન કરશો.

* રોજમેરી તેલના થોડાક ટીંપા ઓલીવ ઓઈલમાં ભેળવીને તેને રાત્રે સુતી વખતે માથામાં લગાવી સવારે શેમ્પુથી ધોઈ લો.
ઘણું બધુ
ફેસપેકથી બનાવો સુંદર ચહેરો
સ્વાસ્થ્ય અને સૌદર્ય વર્ધક તેલ
ત્વચાની અંદર ફક્ત બે અઠવાડિયામાં નિખાર
મોહક હાસ્ય દ્વારા જીતી લો દુનિયા
શિયાળામાં સ્વાસ્થ્ય બનાવો
સ્વસ્થ ત્વચા માટે વિટામીન સી જરૂરી