સલાહ | લેખ | ઘરની શોભા | ચાઇલ્ડ કેર
મુખપૃષ્ઠ » વિવિધ » સૌંદર્ય » ઘરની શોભા » ટેબલ મેનર્સ શીખો
 

P.R
ઘણી વખત આપણે કોઈ હોટમાં બધાની સાથે જમવા જઈએ છીએ ત્યારે આપણી ખાવાની અમુક ખરાબ આદતોને લીધે આપણે તેમની સામે શરમ અનુભવવી પડે છે. જો તમે પણ ક્યારેય આવી પરિસ્થિતિઓનો સામનો કર્યો હશે તો તમે બીજી વખત ક્યારેય પણ આવી પરિસ્થિતિને નકારી નહી શકો.

- સુપને ચમચીની ટોચની જગ્યાએ સાઈડમાંથી પીવો.

- પ્લેટમાં એક સાથે ઘણું ખરૂ ખાવાનું ન પરોસી લેશો તેનાથી જમવામાં મુશ્કેલી થશે અને જોવામાં પણ ખરાબ લાગશે.

- પાપડ, ચિપ્સ કે અવાજ કરનારા વ્યંજન એવી રીતે ખાવ કે તે ઓછો અવાજ કરે.

- જે ફળની અંદર બીજ હોય તેને થુંકીને બહાર ન કાઢશો પરંતુ ચમચીને હોઠ વડે અડાડીને બીજ કાઢો.

- માછલીના કાંટા અને માંસના હાડકાને કાઢીને પ્લેટની એક બાજુ મુકો.

- ગરમા ગરમ પુરીમાં આંગળી વડે કાણું ન પાડશો. આનાથી આંગળીમાં વરાળ લાગશે જોવામાં પણ ખરાબ લાગે છે.

- ટેબલ પર એઠુ ન કરશો જે કંઈ પણ કચરો ફેંકવો હોય તે એક પ્લેટમાં ફેંકો.

- ખાતી વખતે ખાવાની ઝડપ પણ ધ્યાન આપો. વધારે ધીરે કે વધારે ઝડપથી ખાવુ સારૂ નથી.
સંબંધિત જાણકારી શોધો