ગ્લીસરીન એક શુધ્ધ તેમજ પારંપરિક સૌદર્ય પ્રસાધન છે. આના ઉપયોગથી તમે સૌદર્યને વધું નિખારી શકો છો. તો નીચે આપેલા થોડાક નુસખા અપનાવો-
* બે-ત્રણ ટીંપા ગ્લીસરીન અને બે-ત્રણ ટીંપા લીંબુનો રસ મિક્સ કરીને તેને હોઠ પર લગાવવાથી હોઠ મુલાયમ રહે છે અને ફાટતાં પણ નથી.
* હાઇડ્રોજન પેરોક્સાઇડનું એક ઢાંકણ તથા થોડાક ટીંપા ગ્લીસરીનના નાંખીને તેને ફાટેલી એડીઓ પર લગાવો. થોડીક વાર બાદ પાણીથી સાફ કરી લો. આનાથી ફાટેલી એડીઓ મુલાયમ થઈ જશે.
* નખ જો વધારે પડતાં રફ અને કડક થઈ ગયાં હોય તો નવાયા પાણીમાં ત્રણ-ચાર ટીંપા ગ્લીસરીન ભેળવીને તેમાં નખ ડુબાળી રાખો આનાથી નખ એકદમ મુલાયમ થઈ જશે અને સરળતાથી કપાશે.
* એક ચમચી મધ અને એક ચમચી ગ્લીસરીન ભેળવીને આખા ચહેરા પર લગાવી લો. વીસ મિનિટ બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. દરરોજ આ પ્રયોગ કરવાથી તમારો ચહેરો ખીલી ઉઠશે.
* બે ચમચી ગ્લીસરીન, બે ચમચી સરકો ભેળવી તેને વાળના મૂળમાં લગાવી દો. 15-20 મિનિટ બાદ વાળને ઠંડા પાણીથી ધોઇ લો. આનાથી ખોડો દૂર થશે અને વાળ પણ મુલાયમ થશે.
* કાચા દૂધમાં બે-ત્રણ ટીંપા ગ્લીસરીન ભેળવી તેને ચહેરા પર લગાવી તેને સાફ કરી લો તેનીથી ચહેરા પરના મૃત કોષો દૂર થશે અને ચહેરો ચમકવા લાગશે.
* ચાર ચમચી લીંબુનો રસ, ચાર ચમચી ગ્લીસરીન, ચાર ચમચી ગુલાબજળ ભેળવીને ખુબ જ સારી રીતે મિલાવીને તેને એક શીશીમાં ભરી લો. આ ખુબ જ સારૂ હેન્ડ લોશન છે જેનો તમે ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો.
* નખને ચમકદાર બનાવવા માટે તમે ગ્લીસરીનને નખ પર ઘસી શકો છો તેનાથી તમારા નખ ચમકદાર બનશે.
* પપૈયાની છાલને સુકવીને તેનું ચુર્ણ બનાવી લો અને તેમાં ગ્લીસરીન ભેળવી લો ત્યાર બાદ તેને ચહેરા પર લગાવીને 10-15 મિનિટ સુધી રહેવા દો ત્યાર બાદ ધોઇ લો. તેનાથી ચહેરાનું સુખાપણું દૂર થઈ જશે.
* કરચલીઓથી બચવા માટે ગુલાબની પાંદડીઓને ગ્લીસરીનમાં ભેળવી તેને આખી રાત ચહેરા પર લગાવી રાખો અને સવારે ચહેરાને ધોઈ લો આનાથી ડાઘ પણ દૂર થશે અને કરચલીઓ પણ ઓછી થઈ જશે.
* એક કિલો ખાંડમાં સો ગ્રામ લીંબુનો રસ ભેળવીને તેને ભુરુ થાય ત્યાં સુધી ગરમ કરો. તેને ઉતારી લીધા બાદ તેમાં એક ચમચી ગ્લીસરીન અને એક ચમચી મધ ભેળવી દો આ એક સારા પ્રકારનું વૈક્સ છે.
* જો હાથ તડકાને લીધે કાળા પદી ગયાં હોય તો એક ચમચી ગ્લીસરીન, એક ચમચી ખાંદ, એક ચમચી લીંબુનો રસ ભેળવીને તેને લીંબુની છાલથી ઘસો તેનાથી હાથની કાળાશ ઓછી થઈ જશે અને હાથ મુલાયમ પણ થશે.
|