- તડબુચના રસમાં લીંબુ અને મધ ભેળવીને ચહેરા પર લગાવવાથી ચહેરાની કરચલીઓ દૂર થઈ જશે અને ત્વચા પર કસાવટ આવી જશે.
- ઈંડાના સફેદ ભાગને કાઢીને તેને સારી રીતે ફેટી લો. આમાં બદામની પેસ્ટ અને બે ટીંપા મધના નાંખીને ચહેરા પર 20 મિનિટ સુધી લગાવી રાખો. ચહેરો ઠંડા પાણી વડે ધોઈ લો. થોડાક જ દિવસોમાં કદરૂપા ચહેરાનો રંગ એકસરખો થઈ જશે.
- મોસંબીના રસમાં મધ ભેળવીને ચહેરા પર લગાવવાથી ચહેરાના વાળ ભુરા રંગના થઈ જશે અને ખરાબ ચહેરો પણ ચમકી ઉઠશે.
- બેસનમાં દહી, હળદર અને થોડુક ઓલીવ ઓઈલ ભેળવીને ત્વચા પર લગાવવાથી હવાને લીધે પ્રભાવિત થયેલ શુષ્ક ત્વચામાં કાંતિ આવી જશે.