- એલોવેરાના પલ્પમાં બે લીમડાના પાનનો રસ ભેળવીને ચહેરા પર લગાવીને 10 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ ચહેરાને ધોઈ લો. આનાથી ચહેરા પરના ખીલ સુકાઈ જશે અને ચહેરો ચમકી ઉઠશે.
- કાળી તુલસીના પાનના રસમાં લાલ ચંદનનો પાવડર ભેળવીને ચહેરા પર લગાવવાથી ચહેરા પરના ખીલના જુનામાંથી જુના ડાઘ પણ દૂર થશે.
- મસૂરની દાળને પલાળીને પેસ્ટ બનાવો. આની અંદર દહી ભેળવીને ચહેરા પર લગાવો. ખીલ અને ગરમીમાં નીકળતા દાણા ઓછા થઈ જશે.
- ટામેટા અને ગાજરના રસને યોગ્ય માત્રામાં ભેળવીને તેમાં જવનો લોટ ભેળવી લો અને તેને ચહેરા પર લગાવીને 20 મિનિટ સુધી રહેવા દો. આનાથી ચહેરા પરના ખુલ્લા રોમછિંદ્રો બંધ થઈ જશે અને ચહેરા પરની કરચલીઓ દૂર થઈ જશે. આ પ્રયોગ અઠવાડિયામાં બે વખત કરવો.