લિપસ્ટિક છે હાનિકારક

લિપસ્ટિક મહિલાઓના ચહેરા પર ચાર ચાંદ લગાવી દે છે પરંતુ ક્યારેક ક્યારેક તે સ્વાસ્થ્યને ખુબ જ નુકશાન કરે છે. તાજેતરમાં થયેલ એક પ્રયોગ દ્વારા જાણવા મળ્યુ છે કે લિપસ્ટીકનો ઉપયોગ કરવાથી ત્વચા રોગ થઈ શકે છે. આ રોગ ધીમે ધીમે કેંસરનું રૂપ પણ લઈ શકે છે. શોધકર્તાઓને મુજબ લિપસ્ટિકમાં નુકશાનકારક તત્વો પણ હોય છે. એક શોધમાં સામે આવ્યું છે કે લિપસ્ટિકનો વધારે પડતો ઉપયોગ કરવાથી હોઠની સુંદરતા ખત્મ થઈ જાય છે. લિપસ્ટિકમાં લીડ, નિકલ, આરસેનિક અને કોપર જેવી ધાતુઓનો ઉપયોગ થાય છે. શોધમાં આ ધાતુઓની તપાસ કરવામાં આવી જે પોતાનો વૈજ્ઞાનિક ગુણ લિપસ્ટિકની સાથે સાથે ત્વચા પર છોડી જાય છે. જે પણ લિપસ્ટિકની તપાસ કરવામાં આવી તેમાંથી 61 ટકામાં આવા પ્રકારના કેમિકલ વધારે માત્રામાં મળી આવ્યાં છે. આરસેનિક શ્વાસ માટે ખતરનાક છે. કોપરનો વધારે પડતો પ્રયોગ કરવાથી ત્વચાના રોગોથી લઈને કેંસર સુધી થઈ શકે છે.