સલાહ | લેખ | ઘરની શોભા | ચાઇલ્ડ કેર
મુખપૃષ્ઠ » વિવિધ » સૌંદર્ય » સલાહ » વાળને સ્વસ્થ્ય રાખવા-1
Bookmark and Share Feedback Print
 

N.D
રૂખા, બે મોઢાવાળા, સફેદ અને ખરતાં વાળની સમસ્યા આજકાલ સ્વસ્થ્ય લોકોને પણ હેરાન કરે છે. આના બે મુખ્ય કારણ છે- પ્રદુષણ અને વાળની યોગ્ય રીતે સારસંભાળ ન થવી. આ સ્થિતિમાં તમારા સુંદર અને ભરાવદાર વાળ એકદમ બેજાન થઈ જાય છે. આ સિવાય વાળને નુકશાન પહોચાડતી અન્ય રીતો પણ છે.

- ભીના વાળમાં કાંસકો ફેરવવો કે વાળને ઝટકો આપીને લુછવાથી પણ નુકશાન થાય છે. ઘસી ઘસીને કાંસકો ફેરવવાથી વાળ ખરાબ તો થાય જ છે આનાથી વાળ ઝડપથી તુટી પણ જાય છે અને તેના મૂળને પણ નુકશાન થાય છે.

- વાળને દિવસ દરમિયાન માત્ર 8 થી 9 વખત કાંસકો ફેરવવાની જરૂરત હોય છે. આટલી વારમાં જ વાળની અંદર રહેલ પ્રાકૃતિક તેલ બધા વાળમાં ફેલાઈ જાય છે. આનાથી વધારે વખત કાંસકો ફેરવવાથી વાળને નુકશાન થાય છે.

- લાંબા સમય સુધી વાળની સફાઈ ન કરવાથી અને શેંપુ ન કરવાથી પણ વાળને નુકશાન થાય છે. વધારે સમયથી માથાની અંદર જામી ગયેલ મેલ વાળમાં ઈંફેક્શન ઉત્પન્ન કરે છે.
સંબંધિત જાણકારી શોધો