ઔષધિ તરીકે હળદર

શનિવાર, 13 જૂન 2009 (09:55 IST)


આપણા રસોડામાં રોજીંદા વપરાશમાં હળદરનો ઉપયોગ થાય છે. હળદરમાં ઔષધીના ઘણા ગુણ સમાયેલા છે. તેમ ઉપયોગ કરવાથી ઘણા દર્દમાં રાહત મળે છે. આયુર્વેદ પ્રમાણે હળદર કફ નાશક, રક્તશોધક અને ગરમ પ્રકૃ‍તિની માનવામાં આવે છે.

- હળદર નો મુખ્‍ય ગુણ કફ નાશક છે. ઉધરસ થયેલ હોય ત્‍યારે ગરમ દૂધમાં એક ચમચી હળદરને મિક્સ કરી રાત્રે લેવી જોઇએ. ઉધરસમાં રાહત મળે છે.

- મુંઢમાર વાગ્યું હોય ત્‍યારે એક ચમચી હળદર, એક ચમચી મીઠુંમાં પાણી નાખી ગરમ કરી દુખાવાની જગ્યા પર ગરમ લેપ લગાવવાથી દુખાવામાં રાહત થાય છે.

- કુમિની તકલીફ હોય ત્‍યારે હળદરને સવારે ખાલી પેટે પાંચ-સાત દિવસ લેવાથી કૃમિથી રાહત મળે છે.

- હળદરમાં રક્તશોધકનો ગુણ રહેલો છે. માટે જેમને લોહી વિકારની તકલીફ હોય તેમણે પોતાના ખોરાકમાં હળદરનો ઉપયોગ વધારે કરવો જોઇએ.

- બજારમાં લીલી હળદર મળે ત્‍યારે તેની કટકી કરી તેમાં મીઠું ઉમેરીને લેવાથી રક્તવિકાર માં રાહત થાય છે.

- ચહેરા પર ખીલના ડાઘા હોય તો હળદરમાં દૂધ, મધ અને ચંદન પાવડર મેળવી લગાવવાથી ચહેરા પરના ડાઘા દૂર થાય છે અને ચહેરામાં ચમક આવે છે.

આ પણ વાંચો :  
Widgets Magazine

Cricket Scorecard

Widgets Magazine
Widgets Magazine

મંથન

હુ રાગિણી એમએમએસ 3માં પણ અભિનય કરવા તૈયાર છુ - સની લિયોન

sunny leone

અભિનેત્રી સની લિયોને પોતાની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ રાગિણી એમએમએસ-2 મળેલી પ્રતિક્રિયા પછી ત્રીજી ...

ઘરેલુ ઉપચાર : તમારા આરોગ્ય માટે આટલા ઉપાયો અજમાવી જુઓ

1. બાળકને સર્દી કે કફ થયો હોય તો લસણની બે- ત્રણ કળી સેકીને વાટીને દવા રૂપે ચા સાથે આપો. 2. કાનમાં ...

નવીનતમ

લીમડાનો રસ પીવામાં આવે તો આખું વર્ષ સંક્રામક રોગોથી બચી શકાય

ભારતીય સંસ્કૃતિમાં ઉપવાસનું ખાસ મહત્વ છે. આપણા પર્વોમાં ધાર્મિકતાની સાથે જ તંદુરસ્તીને પણ આવરી ...

ગુજરાતી બાળવાર્તા - લાલચી ચકલી

ઘણા સમય પહેલાંની વાત છે. એક ચકલી એવા રાજમાર્ગે રહેતી હતી જ્યાંથી અનાજથી ભરેલી ગાડીયો પસાર થતી. ...

Widgets Magazine
Widgets Magazine