ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

ઘરેલુ ઉપચાર : બારેમાસી ગુણકારી બીટ છે તમારો ફેમિલી ડોક્ટર

બીટ આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક હોય છે. બીટમાં સારી માત્રામાં લોહ, વિટામિન અને ખનીજ હોય છે જે હીમોગ્લોબિન વધારે છે અને લોહી સાફ કરે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ તત્વ શરીરને રોગો સામે લડવાની ક્ષમતા પૂરી પાડે છે. બીટને તમે સલાડ કે શાકમાં નાંખીને વાપરી શકો છો અને તેનું જ્યુસ પી શકો છો. જાણીએ બીટના સ્વાસ્થ્યવર્ધક લાભો વિષે... 

બીટના ફાયદા -

1. એનીમિયા - બીટનો રસ શરીરમાં હીમોગ્લોબિન બનાવે છે. તેમાં પુષ્કળ માત્રામાં આયર્ન હોય છે જે રેડ બ્લડ સેલ્સનું નિર્માણ કરે છે અને શરીરમાં તાજા ઓક્સીજનનુંસંચાર કરે છે. એનીમિયા જેવી બીમારીમાં બીટ બહુ લાભદાયક હોય છે. તેના જડમાં વિટામીન સી અને બીટમાં વિટામિન એ હોય છે.

2. ત્વચાની સમસ્યા - બીટને ઉકાળીને તેના પાણીને ખીલ પર, ત્વચા પર થયેલા ઇન્ફેક્શન પર લગાવવાથી ત્વચાની સમસ્યામાંથી છુટકારો મળે છે.

3. મહિલાઓ માટે - બીટનું જ્યુસ હાઇપરટેન્શન અને હૃદય સંબંધી સમસ્યાઓને દૂર રાખે છે. ખાસકરીને સ્ત્રીઓ માટે તે બહુ લાભદાયક હોય છે. માસિક ધર્મ સંબંધિત અનેક સમસ્યાઓમાં તેનું સેવન લાભદાયક હોય છે.

4. વધારે ઉંમરમાં વધારે ઊર્જા - ઉંમરની સાથએ ઊર્જા અને શક્તિ ઓછી થવા લાગે છે. બીટનું સેવન વધુ ઉંમર ધરાવતા લોકોમાં ઊર્જાનો સંચાર કરે છે.

5. પાચન ક્રિયા માટે - કમળો, હિપેટાઇટિસ, ડાયેરિયા જેવી સમસ્યામાં બીટનો રસ લીંબુના રસમાં મિક્સ કરી લઇ શકાય છે.

7. હૃદયની બીમારીઓનો ઇલાજ - બીટનો રસ હાઇપરટેન્શન અને હૃદય સંબંધી સમસ્યાઓને દૂર રાખે છે. બીટના રસમાં નાઇટ્રેટ નામનું રસાયણ હોય છે જે લોહીના દબાણને ઓછો કરે છે. આનાથી હૃદયની બીમારી અથવા હૃદયરોગના હુમલાનું જોખમ ઓછું થાય છે. બીટનો જ્યુસ વ્યાયામ દરમિયાન બ્લડપ્રેશર સ્થિર રાખે છે.