ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

આરોગ્યપ્રદ - ડાયાબીટિઝમાં ફાયદાકારક છે તજ

ડાયાબીટીસ  એક જોખમી રોગ ચોક્કસ છે, પણ તેના દર્દીઓ અનેક માર્ગો અપનાવી આ રોગ પર નિયંત્રણ મેળવી શકે છે. ડાયાબીટિઝને નિયંત્રણમાં રાખવાનો પહેલો માર્ગ છે યોગ્ય ખાદ્ય પદાર્થોનું સેવન કરવું. ડાયાબીટિઝના રોગમાં તજ ખાવા અત્યંત ફાયદાકારક હોય છે. તજનું રોજ સેવન કરવાથી ડાયાબીટિઝમાં બચાવ થાય છે. ડાયાબીટિઝના રોગીઓમાં તજ બ્લડ શુગરમાં ઘટાડો લાવે છે.

તજ - તજ એક મસાલો જ નથી, એક ઔષધિ પણ છે. તજ કેલ્શિયમ અને ફાઇબરનો પણ એક સારો સ્રોત છે. તજ ડાયાબીટિઝને સંતુલિત કરવા માટે એક પ્રભાવી ઔષધિ છે માટે તેને ગરીબ વ્યક્તિનું ઇન્સ્યુલિન પણ કહે છે. તજ ભોજનનો સ્વાદ જ નથી વધારતું પણ તે શરીરમાં બ્લડ શુગરને પણ નિયંત્રણમાં રાખે છે. જે લોકોને ડાયાબીયિઝ નથી તેઓ પણ તેનું સેવન કરી ડાયાબીટિઝથી બચી શકે છે અનેજેઓ ડાયાબીટિઝના દર્દી છે તેઓ આના સેવનથી બ્લડ શુગરને ઓછું કરી શકે છે.

સેવનની વિધિ -

- એક કપ પાણીમાં તજનો પાવડર ઉકાળી, પાણી ગાળી દરરોજ સવારે પીવો. આને કોફીમાં મિક્સ કરીને પણ પી શકો છો. તેના સેવનથી ડાયાબીટિઝમાં લાભ થશે.

સાવધાની - તજની માત્રા ઓછી રાખવી, વધુ માત્રામાં લેવાથઈ નુકસાન થઇ શકે છે.

- રોજ ત્રણ ગ્રામ તજ લેવાથી માત્ર બ્લડ શુગરની માત્રા જ ઓછી નહીં થાય, યોગ્ય ભૂખ પણ લાગશે.

- તજને પીસીને રોજ ચામાં ચપટી નાંખીને દિવસમાં બે-ત્રણ વખત પીઓ. આનાથી ડાયાબીટિઝની બીમારીમાં આરામ મળશે.

સાવધાની - આનું વધુ સેવન કરવું યોગ્ય નથી, માટે રોજ થોડી-થોડી માત્રામાંજ સેવન કરો.

- તજ અને પાણીના મિશ્રણના પ્રયોગથી લોહીમાં શર્કરાના સ્તરમાં ઘટાડો થાય છે.

નોંધ - તજનું ઉપર પ્રમાણેનું સેવન કરતા પહેલા તમારા ડૉક્ટર સાથે ચર્ચા અચૂક કરી લેવી.