મુખપૃષ્ઠ > વિવિધ > બાળ જગત > વાર્તા
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આકાશમાં ચમકોને વરસો  Search similar articles

N.D
વીજળી ચમકે અને તેની સાથે જ વાદળોની ગર્જના પણ સંભળાય તો સમજો કે આકાશમાં નાનુ ઘેંટુ ક્રોધે ભરાયુ છે અને માઁ ઘેંટુ તેને સમજાવી રહ્યુ છે. ગર્જના અને વીજળી આ માતા-પુત્રનો સંવાદ છે. આ બંને પહેલા ધરતી પર રહેતા હતા, હવે આકાશમાં રહે છે

ઘણાં સમય પહેલા કોઈ એક રાજ્યમાં એક ઘેંટુ પોતાની માતા સાથે રહેતુ હતુ. આ ઘેંટાનો સ્વભાવ ઘણો ગુસ્સાવાળો હતો. તે વાત-વાતમાં કોધે ભરાતો અને જ્યારે ગુસ્સામાં આવતો ત્યારે વસ્તુઓની તોડફોડ કરવા માંડતો. આ ઘેંટાનો ગુસ્સો એટલો સખત હતો કે જ્યારે તે કશું પણ બોલતો તો તેના મોઢામાંથી વીજળી નીકળતી. જો પુત્રનો અવાજ આવો હોય તો માઁ નુ તો પૂછવું જ શુ ? તે કશું પણ બોલતી તો એવું લાગતું કે જાણે મોટા મોટા પત્થરો એકબીજા સાથે અથડાઈ રહ્યા છે. જ્યારે તે પોતાના પુત્રને કોઈ ભૂલ માટે સમજાવતી તો તેની ગર્જના સાંભળીને લોકો ગભરાઈ જતા હતા. અહીં સુધી કે લોકો ઘરમાં રહીને પણ ગભરાઈ જતા, અને બાળકો તો બીકના માર્યા ઘરની બહાર જ નહોતા નીકળતા. કૂતરાઓ પણ આટલો મોટો અવાજ સાંભળીને ભસવા માંડતા હતા.

માતા-પુત્રની આ જોડી કોઈ એક ગામમાં રહેતી હતી. ગામના લોકો તેમનાથી કંટાળી ગયા હતા. તેમણે રાજાને આ અંગે ફરિયાદ કરી. રાજા પણ આ માતા-પુત્રના વ્યવ્હારથી દુ:ખી હતો. તેણે માતા-પુત્રને જંગલમાં રહેવા જવાનો આદેશ આપ્યો.

બંને દુ:ખી મનથી જંગલમાં રહેવા લાગ્યા. પણ પુત્રનો ગુસ્સો ઓછો ન થયો. હવે તે જ્યારે ગુસ્સો કરતો ત્યારે જંગલના સૂકા ઝાડ તેની ગુસ્સાની વીજળીથી બળી જતા અને જંગલમાં આગ લાગી જતી. આ આગ ફેલાતી-ફેલાતી ખેડૂતોના ખેતરો સુધી પહોંચી જતી અને તેમનો આખોને આખો પાક બળી જતો. ઘણું નુકશાન થતા ખેડૂતો પાછા રાજા પાસે ગયા.

જ્યારે રાજાએ ખેડૂતોની ફરિયાદ સાંભળી તો તેમને વધુ ગુસ્સો આવ્યો. તેમને બંને માતા-પુત્રને બોલાવ્યા અને કહ્યુ કે આજથી તમે બંને આકાશમાં રહેશો જેથી આટલે દૂરથી તમે કોઈને નુકશાન ન પહોંચાડી શકો. ત્યારથી બંને માતા-પુત્ર આકાશમાં રહે છે અને જ્યારે પણ વાદળ ગર્જતા અને વીજળી ચમકતી દેખાય તો સમજી લો કે નાનું ઘેંટુ ગુસ્સામાં છે અને માઁ તેને ગુસ્સો કરતા રોકી રહી છે.
ઘણું બધુ
રાક્ષસ
કામ કરે કૂબડ
ગેંડાની જાડી ચામડીનું રહસ્ય
બિલાડીમાસીના ગંદા પંજા
આકાશ મામા દૂરના
રિસાયેલાને મનાવવા જોઈએ