ચૂંટણી લડી રહી છે સોનિયા માસીબા
અમદાવાદ(બીબીસી) સોનિયા ઈચ્છે છે કે ગુજરાતની પ્રજાએ એક કિન્નરને જીતાવવી જોઈએ જેથી જો કોંગ્રેસ-ભાજપા પ્રજાનું કામ ન કરે તો તે 'આપણાવાળી' કરીને પ્રજાનું કામ કરાવી શકે. સોનિયા અમદાવાદની શાહપુર વિધાનસભામાં રિપબ્લિકન પાર્ટી ઓફ ઈંડિયાની ઉમેદવાર છે. બીજા કિન્નરોથી ખાસ અલગ વાત એ છે કે સોનિયા ભણેલી છે. અને અંગ્રેજી વાંચી-લખી શકે છે. એના કહ્યા મુજબ તેની મમ્મી પણ આઈએએસ ઓફિસર છે અને પિતા પણ કોઈ મોટા સરકારી પદ પર છે. તેમની એક બહેન બ્રિટનમાં રહે છે અને બે અમેરિકામાં. તેમનું ભણતર તેમના વાત કરવાના અંદાજ પરથી જાણી શકાય છે. તેઓ કહે છે કે ભાજપા અને કોંગ્રેસ બંને મળીને સમાજને ધર્મને નામે વેચી દીધો છે. બંને પાર્ટીઓ પ્રજાને દગો કરી રહી છે. ભાજપા મોઢા પર મારે છે તો કોંગ્રેસ પીઠ પર. રાજનેતાઓને લઈને સોનિયા ખૂબ નારાજ છે અને તેમને એવું પૂછતા કે પ્રજા એક કિન્નરને કેમ ચૂંટશે, તે કેટલાય નેતાઓના નામ લઈને કહે છે કે અમારામાં અને તેમનામાં શુ ફરક છે. તેઓ પડદાં પાછળ કિન્નર છે અને અમે પડદાંની સામે. સોનિયાનો દાવો છે કે કિન્નર જ સમાજમાં ભ્રષ્ટાચારને દૂર કરી શકે છે. તેમનો વિચાર છે કે અમારા તો કોઈ સંબંધી નથી અને સંબંધી થવાની શક્યતા પણ નથી તો પછી અમે ભ્રષ્ટાચાર કોણે માટે કરીશુ ?સમર્થન - સોનિના નથી બતાવતી કે તે પહેલા પણ ચૂંટણી લડી ચુકી છે અને છેલ્લી ઘડીએ તેનું નામ પાછુ લેવામાં આવ્યુ હતુ. આ જાણકારી તેમના ત્રણ માળના મકાનની નીચે રહેતા મોહમ્મદ ફરીદે આપી છે. તેઓનું કહેવુ છે કે કિન્નરનું ચૂંટણીમાં ઉભા રહેવામાં કોઈ વાંધો નથી. આ વખતે સોનિયાની સાથે કિન્નર સમાજનું મોટા પ્રમાણમાં સમર્થન જોવા મળે છે. કિન્નર સમાજની રાષ્ટ્રીય અધ્યક્ષ મધ્યપ્રદેશમાં ધારાસભ્ય રહી ચૂકી શબનમ માસી તેમના પ્રચાર માટે આવવાની છે. કિન્નર સમાજની રાષ્ટ્રીય કોષાધ્યક્ષ સોનમ પણ રાજસ્થાનથી ત્યાં પહોચી છે. સોનમ કહે છે કે કિન્નર સમાજ તરફથી ચૂંટણી માટે પૈસા લઈને આવી છે. આ પૈસા એટલા બધા છે કે સામાન્ય રીતે આટલા તો રાષ્ટ્રીય પાર્ટીઓ પોતાના ઉમેદવારને નથી આપતી. સોનમ કહે છે કે કિન્નર સમાજને સોનિયા પાસેથી ધણી આશાઓ છે.; કારણ કે તે ભણેલી છે. અને પોતાની વાત કહેવાની રીત તે જાણે છે. સોનમ કહે છે કે શબનમ માસીબાના વિધાયક થવાનો ફાયદો તે કારણે નહી મળ્યો કે તે ભણેલી નહોતી. વિદેશી કિન્નર - સોનિયાના ચૂંટણીમાં એક રસપ્રદ વાત એ છે કે તેમના સમર્થન માટે અમેરિકાથી પણ કિન્નરોનું એક જૂથ અમદાવાદ આવેલું છે. એલિજાબેથ, એશા અને પલ્લવી ચૂંટણી સુધી ત્યાં રોકાવાની છે. એલિજાબેથે ફોન પર થયેલી વાતચીતમાં જણાવ્યુ હતુ કે તેમને લાગે છે કે લોકતંત્રમાં જ્યારે સૌને બરાબરનો અધિકાર છે તો સોનિયાને પણ પ્રજાનું પ્રતિનિધિત્વ કરવાનો અધિકાર છે. જો કે સોનિયાની ઉંમર હજુ બહુ નાની છે. પણ તે પોતાને શબનમ માસીબાના અનુભવ પર જ સોનિયા માસી કહેવાનુ પસંદ કરે છે. તે જણાવે છે કે હજુ બ્રિટનથી પણ એક દળ અમદાવાદ પહોંચવાનુ છે. એટલેકે કિન્નરોનુ ગ્લોબલ એટલેકે વૈશ્ચિક સમાજ પણ ગુજરાતમાં રસ લઈ રહ્યુ છે. સોનિય હાલ કાર્યકર્તાઓની બેઠકો અને રેલીઓની યોજનાઓ બનાવવામાં વ્યસ્ત છે જો કે તેમના વિધાનસભા વિસ્તારના લોકો હજુ પણ આ નથી કહી રહ્યા કે સોનિયા ગંભીર ઉમેદવાર છે, પણ શબનમ માસીબાએ જે આશા જગાવી છે તેની અસર દૂર દૂર સુધી જોવા મળે છે.