યાદ કરો બહેન, જ્યારે આપણાં નવાં-નવાં લગ્ન થયાં હતા ત્યારે દાદા-દાદી પણ દીકરીઓને ખાસ રીતે અને આપણી મોંટી ઉંમરની ફોઇબાઓને સાધારણ રીતે રાખડીનું લેવું-દેવું કરીને વિદા કરતાં હતા.
બહેન, તમને પણ યાદ હશે કે જ્યારે અપણે નાના હતા, ત્યારે ગામડેથી આવેલી આપણી સીતા ફોઇ સાથે કેટલી બધી મજા કરી હતી. ત્યાએ શું આપણે બન્ને અબોધ અને માસૂમ બાળકો તે ઉંમરમાં ફોઇના પિયરના મોહને સમઝી શક્યાં હતાં, તો પછી આપણાં અબોધ ભત્રીજાં અને ભત્રીજીઓ પણ પિયર સાથે આપણાં મોહને શી રીતે સમજશે? ભાઇઓ વચ્ચેના મતભેદ, અબોલા અને છેવટે કુટૂંબની સંપત્તિને વેંચવા માટે એક જ છાપરાંની નીચે અલગ-અલગ વિભાગો બનાવીને રહેવાની મજબૂરી- આ બધું તો બહેન દરેક ઘરની કથા છે. આ બધાંય સામે અમે બહેનોને શું લાગે-વળગે? ભાભીઓ વચ્ચે હવે આપણાંથી વધુ તેમની દીકરીઓ સામે મોહનું બનવું પણ યોગ્ય છે. તમે બહેનોની પણ તો એ જ કથા છે.
જ્યારે તમે પરણ્યાં હતાં, ત્યારે તમારો ભાવ હતો કે સાસરિયું પારકું ઘર છે અને પિયર પોતાનું ઘર અને હવે તો ધીરે-ધીરે સમયની સાથે આ મનોદશા બની છે કે સાસરિયું આપણું ઘર છે, જ્યારે કે પિયર રિફ્રેશિંગ ઘર બન્યું છે.
દરેક સ્ત્રી સાસરિયાને, એક પારખાં ઘરને પોતાનું ઘર માનતાં આ મુશ્કેલ રાહ અને મુશ્કેલ જવાબદારીના રસ્તે જીવન-યાત્રા શરૂં કરે છે અને વહુથી ભાભી, ભાભીથી માં, તેમજ માંથી સાસુ બનવા સુધીની યાત્રા કરતાં છેવટે તે પારકાં ઘરને પોતાનું ઘર બનાનવાનું મુશ્કેલ દાયિત્વ નિભાવી લે છે. બહેન, મને તો એવું લાગે છે કે પ્રકૃતિએ સમાજનું સારી રીતે સંચાલન કરવા માટે, સમાજના બંધાણ માટે તેની ઇમારતમાં આધારનું સ્તંભ બનવા ખાતર જ આ જરૂરી દાયિત્વ સ્ત્રીઓના કાંધાં પર મૂક્યું છે. ત્યારે જ તો આપણાં જનમસ્થળ પિયરને પારકું અને પારકાં ઘરને આપણું ઘર બનાવવા માટેનું સૌથી અઘરૂં કામ આપણે સ્ત્રીઓના ભાગમાં આવ્યું છે! આ મુશ્કેલ ફરજિયાતને નિભવવામાં ક્યાંક પોતાના મૂળ સ્ત્રોત, પોતાની જડથી કપાયાં પછી આપણે સ્ત્રીઓની આત્મા સુખાઇ ન જાય.
આ તથ્યને જોતાં જ પ્રકૃતિએ સમાજના બંધારણમાં રક્ષાબંધંન અને ભાઇબીજ જેવાં તહેવારનો સમાવેશ કર્યો છે.
તમારી નાની બહેન, અનામિકા
|