અમેરીકા અને જાપાનના સંબંધો પણ પહેલા જેવા નથી રહ્યા. જાપાનનો વિચાર એવો બાનતો જઈ રહ્યો છે કે તેના માટે અમેરીકા કે જાપાનથી વધારે એશિયાઈ દેશો પર ધ્યાન આપવું જોઈએ. અમેરીકા વર્ષભરના સમાચારોની અંદર છવાયેલું રહ્યું. તેના વર્ચસ્વ અને પ્રભુત્વને ફક્ત શાબ્દિક પડકાર મળ્યો જેના કારણે અમેરીકાએ ભલે તેની નીતિ-રીતિમાં બદલાવ કર્યો પરંતુ તેના મહત્વમાં કોઈ જ ઉણપ આવી નથી. ઈરાક પર સૈનિક કાર્યવાહી બાદ ત્યાં જે સરકાર બની તે અમેરીકાના નિર્દેશોનું પાલન કરે છે અને અમેરીકાની સેના હજું પણ ત્યાં હાજર છે.
2007માં રૂસની ભૂમિકા પણ સશક્ત રૂપથી ઉભરી છે. રાષ્ટ્રપતિ બ્લાદિમિર પુતિને પોતાના બીજા કાર્યકાળમાં સમાજવાદી વિચારને મહત્વ આપવાનું શરૂ કરી દિધું અને અમેરીકાનો વિરોધ કરનારાઓને સમર્થન પ્રદાન કરવાની નીતિ સ્વીકારીને લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ કર્યો. બ્રિટેનમાં 17મી મેના દિવસે ગોર્ડન બ્રાઉનની પ્રધાનમંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી. આ જ દિવસે ફ્રાંસમાં નિકોલસ સરકોજીએ સત્તા ગ્રહણ કરી. નાઈઝીરીયામાં ઉમારૂ એડુઆ રાષ્ટ્રપતિ તરીકે બિરાજ્યાં. જાપાનમાં યુસુઓ ફુકુદા પ્રધાનમંત્રી બન્યાં. તુર્કીમાં અબ્દુલા ગુલ રાષ્ટ્રપતિ તેમજ એરડોગન પ્રધાનમંત્રી બન્યાં. ઈરાનમાં મહમૂદ અહમદીનેજાદ રાષ્ટ્રપતિ બનેલા રહ્યાં. વેનેઝુએલામાં સ્યૂગો શાવેજ અને કોલંબિયામાં અલમેરી ઉદેનીની પાસે સત્તા રહી. ઉત્તર કોરીયામાં કિમ જોંગ ઈલ બનેલા રહ્યાં. બાંગ્લાદેશમાં ન તો ખાલીદા જીયા કે ન શેખ હસીનાને સત્તા મળી શકી. કેનેડામાં સ્ટીફેન હાર્પર પ્રધાનમંત્રી બની ગયાં. ઓસ્ટ્રેલીયામાં હાર્વડની પાર્ટી હારી ગઈ અને રૂડની સરકાર બની ગઈ. નેપાળની અંદર માઓવાદીઓને કારણે અસ્થિરતા બનેલી રહી. મ્યાંનમારમાં ઉપદ્રવ અને વિરોધી કાર્યો ચાલું છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ત્રણ મુદ્દાઓ ખાસ ચિંતાજનક છે :
(1) તેલ સંકટ (2) જળવાયુ સંકટ (3) ગરીબી, અશિક્ષા, ભુખ અને બિમારીનું નિરાકરણ તેલની કિંમતો સો ડોલર પ્રતિ બેરલ ઉછળી ગઈ છે. વાહનો અને યંત્રોના પ્રયોગે ઉર્જાના સંકટને વધારી દિધું છે. તેલ નિકાસ કરનાર દેશોના સંગઠનો આને પોતાનું મહત્વ વધારવાનું માધ્યમ બનાવી રહ્યાં છે. ચીન અને ભારતના નેતૃત્વમાં એશીયાના દેશો ઝડપથી આર્થિક વિકાસની દોડમાં લાગેલા છે. પરંતુ વધારે પડતાં દેશ ગરીબી, અશિક્ષા, ભુખ, એઈડ્સ, મલેરીયા, પોલીયો, કુપોષણથી પીડિત છે. અહીંયા સુધી કે અરબપતિઓમાં 58 ભારતીયોના નામો ગણાવા છતાં પણ વધારે પડતાં લોકો ગરીબી અને પછાતપણાથી અભિશાપિત છે. એક વર્ષ વધારે વીતી ગયું પરંતુ દુનિયા બધું મેળવીને ત્યાંની ત્યાં જ છે.
|