નવી દિલ્લી (ભાષા) આર્થિક વિશેષજ્ઞો મુજબ સરકારનુ આગામી બજેટ રજૂ કરતી વખતે આવતા વર્ષે થનારી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને સામાન્ય માણસ ને ખેડૂતોને લાભ આપવાની સાથે સાથે અર્થવ્યવસ્થાના વિકાસની ગાડી પાટા પરથી ન ઉતરે તેનુ પણ ધ્યાન રાખવુ પડશે.
દિલ્લી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના પ્રોફેસર ડો. આદિત્ય ભટ્ટાચાર્યએ કહ્યુ સામાન્ય લોકો લગભગ 5 થી 6 હજાર રૂપિયા કમાવે છે, તેમને માટે મુખ્ય મુદ્દો રોટલો, દાળ, ચોખા, શાક વગેરેની પૂર્તિ થવાનો છે. આ સામાન્ય માણસને ઈંકમટેક્સ, શેર બજાર, કંપનીઓન ગઠજોડ, નૈનો કાર વગેરે સાથે કોઈ ખાસ મતલબ નથી.
તેમણે કહ્યુ કે લોટ જો 16 થી 20 રૂપિયા કિલો છે અને લસણ 150 રૂપિયા કિલો છે તો સામાન્ય માણસ તો ચટણી રોટલી થી પણ ગયો. છેલ્લા ઘણા સમયથી મુદ્રાસ્ફીતિનો દર ચાર થી પાઁચ ટકાની વચ્ચે રહેલો છે તો સામાન્ય માણસને માટે મોંધવારી મુખ્ય મુદ્દો છે.
બીજી અને રાષ્ટ્રીય લોક વિત્ત નીતિ સંસ્થાનના નિદેશક એમ. ગોવિંદ રાવે કહ્યુ કે દરેક બજેટનું કોઈ લક્ષ્ય હોય છે. કેન્દ્ર સરકાર બજેટ બનાવે છે, બજેટના રકમને વહેંચણી કરે છે, પણ તે સ્થળે જઈને તેને લાગુ નથી કરી શકતી. સામાન્ય માણસ સુધી બજેટનો ફાયદો સરકારી યોજનાઓ દ્વારા પહોંચે છે.
આર્થિક વિશ્લેશકોના મુજબ લોકોની રોજની ઉપયોગની વસ્તુઓ મૂળ રૂપે ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલી હોય છે તો જો ખેડૂતો અને ખેતી ક્ષેત્રની સ્થિતિ સારી થશે તો આપમેળે જ સામાન્ય લોકોની સ્થિતિ સુધરશે. બજેટમાં આ વાત પર ધ્યાન આપવાની જરૂર છે.
ભટ્ટાચાર્યના મુજબ ખેતી ક્ષેત્રના પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે લગભગ 70 ટકા લોકો જોડાયેલા છે. તેમા 84 ટકા સીમાંત ખેડૂતો છે, જેમની ખેતી ફાયદાની નથી થતી. એક તરફ મોંધવારીનો માર તો બીજી તરફ કર્જનો બોજ ખેડૂતો પર ભારે પડી રહ્યો છે.
વિશ્લેષકોનુ કહેવુ છે કે સામાન્ય લોકોને લાગે છે કે બજેટ ફક્ત કોર્પોરેટ કંપનીઓ અને મોટા લોકો માટે જ બને છે અને સામાન્ય લોકો માટેના ફાયદા આમા ઓછા હોય છે. સામાન્ય લોકો માટે બજેટમાં સૌથી મહત્વપૂર્ણ એ છે કે આમાં સામાજિક યોજનાઓ પર કેટલો ખર્ચ કરવામાં આવે છે.
ભટ્ટાચાર્યએ કહ્યુ કે ખેતીના ક્ષેત્રમાં 3.8 ટકાની ગતિમાં વધારાની આશા કરવામાં આવી છે. જો કે આ દરમિયાન ખેડૂતોની સ્થિતિમાં કોઈ સુધાર જોવા નથી મળ્યો.
એમ.ગોવિંદરાવનુ કહેવુ છે કે ખેડૂતો ગામના શાહુકાર પાસેથી ઉંચા વ્યાજે કર્જ લે છે. સરકારે ખેડૂતોને શાહુકારોની જાળમાંથી કાઢવા માટે ફોર્મ ક્રેડિટ યોજના બનાવી છે.
વિશ્લેષકોના મુજબ ખેડૂતોની દશામાં સુધાર અને તેમને આત્મહત્યાના જાળથી કાઢવા માટે બજેટીય કૃષિ ઋણની વ્યવસ્થાને સામાન્ય ખેડૂતોની પહોંચના દાયરામાં લાવવાની જરૂર હોય છે.
આર્થિક વિશેષજ્ઞો અને સમાજશાસ્ત્રીઓનો મત છે કે ખેતીને વ્યવસાયના રૂપમાં બધી રીતે વીમા સાથે જોડવાની સાથે સાથે કર્જ નહી ચુકવવાના સંજોગોમાં જમીન છીનવી લેવાના કાયદાને પણ હટાવવાની જરૂર છે.
ભટ્ટાચાર્યનુ કહેવુ છે કે શહેરોમાં લોકોને ક્રેડિટ કાર્ડ માટે સતત ફોન આવતા રહે છે, પણ ખેડૂતો અને ગામના લોકોને તો કદી આવો કોલ નથી આવતો. જો કે સરકારનુ ખેડૂતોને ક્રેડિટ કાર્ડ આપવુ એ એક ઉચિત પગલું છે.
|