મુખપૃષ્ઠ > વિવિધ > વેબદુનિયા વિશેષ 09 > લેખાનુદાન09 > લેખાનુંદાનનો પટારો (2)
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
લેખાનુંદાનનો પટારો (2)
પછાત લોકોના વિકાસ માટે વિશેષ
વેબ દુનિયા

* આદિજાતી લોકોને વિવિધ માળખાકીય સુવિધાઓ પુરી પાડવા ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ રૂ. 325.93 કરોડની જોગવાઈ કરેલ છે.
* આદિજાતી વિસ્તારની આશ્રમ શાળાઓ માટે રૂ. 34.42 કરોડની જોગવાઈ કરેલ છે.
* અનુસુચિત જાતિઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ ક્ષેત્રની સંકલિત રીતે રૂ. 928 કરોડનું આયોજન કરવામાં આવેલ છે.
* સરદાર પટેલ આવાસ યોજના હેઠળ રૂ. 115 કરોડનું આયોજન કરવામાં આવેલ છે.
* ઈન્દિરા આવાસ યોજના હેઠળ રૂ. 83.12 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ અનુસુચિત જાતિને મકાન સહાય માટે રૂ. 50 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે.
* અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળ સફાઈ કામદારોને આવાસન માટે રૂ. 8.92 કરોડનું આયોજન કરવામાં આવેલ છે.
* અનુસૂચિત જાતિના એમ.એસ./એમ.ડી.ના વિદ્યાર્થીઓને રૂ. 25 લાખની નાણાંકીય લોન માટે જોગવાઈ કરેલ છે.
* સરસ્વતી સાધના યોજના હેઠળ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સાયકલો આપવા માટે રૂ. 1 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* સમાજ સુરક્ષા ક્ષેત્રે કટીબદ્ધતા દાખવવાના હેતુસર 2009-10માં રૂ. 115 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* નિર્મળ ગુજરાતના રૂ. 28.50 કરોડ સાથે રૂરલ સેનીટેશન હેઠળ રૂ. 59.50 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી હેઠળ રૂ. 55.50 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* ગ્રામ વિકાસ પ્રભાગ દ્વારા જળસ્ત્રાવ વિસ્તાર વિકાસના વિવિધ કાર્યક્રમો માટે રૂ. 47.98 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* આમ આદમી વિમા યોજના હેઠળ જમીન વિહોણા અતિ ગરીબ ગ્રામીણ પરિવારોને આવરી લેવા રૂ. 11.15 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* વનબંધુ યોજના અંતર્ગત રાજયના આદિવાસી વિસ્તાર દાહોદમાં ફીજીયોથેરાપી કોલેજ શરૂ કરીને રૂ. 3.50 કરોડની જોગવાઈ કરેલ છે.
* 18થી 40 વય જૂથની 10000 જેટલી નિરાધાર વિધવાઓ પગભર થઈ શકે તે માટે વિધવા પેન્શન ઊપરાંત રૂ. 3000 લેખે સહાય આપવા કુલ રૂ. 9.17 કરોડની જોગવાઈ કરેલ છે.
* ચાર હજાર આંગણવાડી કેન્દ્રોના મકાનો બનાવવા રૂ. 40 કરોડની જોગવાઈ કરેલ છે.
* હયાત 5 હજાર આંગણવાડીઓના મકાનોના નવીનીકરણ માટે રૂ. 10 કરોડની જોગવાઈ કરેલ છે.
* આંગણવાડી ક્ષેત્રે માતા યશોદા એવોર્ડ માટે રૂ. 1.11 કરોડની જોગવાઈ કરેલ છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
ઘણું બધુ
લેખાનુદાનનો પટારો (1)
અને એટલે લેખાનુંદાન લાવ્યો !
રાજ્યની મહેસુલી આવક રૂ.42,073 કરોડ
સરકારનું "વાયબ્રન્ટ" બજેટ-કોંગ્રેસ
153 કરોડની પુરાંતવાળુ લેખાનુદાન
નર્મદા યોજના માટે કટીબદ્ધ