મંગળવાર, 30 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: કોલકાતા , રવિવાર, 29 માર્ચ 2009 (18:23 IST)

નેનોનું લોન્ચીંગ મારી વિરુદ્ધ ષડયંત્ર-મમતા

નેનોનું લોન્ચીંગ મારી વિરુદ્ધ ષડયંત્ર મમતા
તૃણમૂલ કોંગ્રેસની અધ્યક્ષ મમતા બનર્જીએ આરોપ લગાવ્યો છે કે ચુંટણીની ઠીક પહેલાં ટાટા મોટર્સની નેનો કારને બજારમાં લાવવી તેની વિરુદ્ધ ષડયંત્ર છે.

તેણે દાવો કર્યો છે કે હાલનાં સમયે નેનોને બજારમાં લાવવાનો કોઈ હેતુ છે. કાર તૈયાર નથી અને કેટલાક મોડેલ ઉતારવામાં આવ્યાં છે.

તેણે ટાટા મોટર્સના અધ્યક્ષ રતન ટાટાનું અભિવાદન પણ પરત મોકલ્યું હતું. ટાટાએ 23 માર્ચના રોજ કારને બજારમાં ઉતારવા દરમિયાન તેમને 'ગુડ આફ્ટરનૂન' કહ્યું હતું. મમતાએ કહ્યું હું તેમને શુભ રાત્રિ કહું છું અમે એક નવી સવાર ઈચ્છીએ છીએ.