5 જુલાઈએ ભારત બંધની જાહેરાત

મોંઘવારી વિરુદ્ધ લેફ્ટ સહિતના પક્ષોનો ખોલેલો મોર્ચો

નવી દિલ્હી | ભાષા| Last Modified મંગળવાર, 29 જૂન 2010 (15:50 IST)

તેલની વધતી કીમતોં અને વધતી મોંઘવારી વિરુદ્ધ સહિત અન્ય કેટલાયે પક્ષોએ મોર્ચો ખોલી દીધો છે. ડાબેરીઓએ 5 જુલાઈના રોજ ભારત બંધની જાહેરાત કરી છે.

આ બંધને સમાજવાદી પાર્ટી, એઆઈએડીએમકે, ટીડીપી, ઇંડિયન નેશનલ લોકદલ, જનતા દલ સેક્યુલર અને બીજૂ જનતા દલ જેવી પાર્ટીઓનું સમર્થન પ્રાપ્ત છે.

સીપીએમ, સીપીઆઈ, આરએસપી અને ફૉરવર્ડ બ્લૉકના ટોચના નેતાઓ તરફથી જારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે, ચાર ડાબેરી પક્ષો સાથે અન્નાદ્રમુક, તેદેપા, સમાજવાદી પાર્ટી, બીજદ, જેડી-એસ અને ઇનેલોદે આગામી 5 જુલાઈના રોજ દેશવ્યાપી હડતાલનો નિર્ણય કર્યો છે.


આ પણ વાંચો :