ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 4 માર્ચ 2019 (16:34 IST)

મિગ એ તોડી પાડ્યુ PAK નુ F16 જેટ, શુ થશે જ્યારે રાફેલથી થશે એટેક

પુલવામાં આતંકી હુમલાના જવાબમં પાકિસ્તાનમાં ઘુસીને ભારતીય વાયુસેનાએ કાર્યવાહી કરી હતી. આતંકી ઠેકાણાઓને ખતમ કરવા માટે એયરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ મુદ્દાને લઈને સોમવારે વાયુએના પ્રમુખ બીએસ ધનોઆએ પ્રેસ કૉન્ફેંસ કરી. આ દરમિયાન તેમણે વાયુસેના સાથે જોડાયેલ કેટલીક મોટી વાતો બતાવી. 
 
એયર ચીફ માર્શલ બીએસ ધનોઆએ એક સવાલના જવાબમાં એ પણ જણાવ્યુ કે કેવી રીતે આવનારા સમયમાં જગુઆર મિગ 29 મિરાજ 2000 જેવા લડાકૂ વિમાનોને રિપ્લેસ કરી દેવામાં આવશે  તેના સ્થાન પર વધુ અત્યાધુનિક વિમાન ભારતીય વાયુસેનાની પાસે હશે. 
 
એયર ચીફ માર્શલે કહ્યુ કે સપ્ટેમ્બર સુધી રાફેલ ભારત પાસે આવી જશે. કુલ 38 રાફેલ લડાકૂ વિમાનના ઓર્ડર આપવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે 40 એલસીએ (Light Combat Aircraft) પણ મળવાના છે. એચએએલ સુખોઈ-30 એયરક્રાફ્ટ તૈયાર કરી રહ્યા છે. 
 
બીજી બાજુ તેમણે કહ્યુ કે 83 એલસીએ મેળવવા માટે પણ પ્રકિયા શરૂ કરવામાં આવી છે. આ માટે હવે પ્રાઈસ નિગોસિએશન કમિટી પોતાનુ કામ કરશે. તેમણે કહ્યુ કે આવનારા સમયમાં બીજા નવા એયરક્રાફ્ટ ભારતીય વાયુસેના પાસે રહેશે.  પછી જગુઆર, મિગ 29, મિરાજ 2000 જેવા લડાકૂ વિમાનોને તેની સાથે રિપ્લેસ કરી શકાશે. 
 
બીજી બાજુ પાકિસ્તાનમાં કરવામાં આવેલ એયરસ્ટ્રાઈક દ્વારા કેટલા આતંકી માર્યા ગયા. આ સવાલ પર ધનોઆએ કહ્યુ- વાયુસેનાનુ કામ પોતાનુ ટારગેટને હિટ કરવાનુ છે. અમે એ નથી ગણતા કે ક્યા કેટલુ નુકશાન થયુ છે. જો અમારા ટારગેટ યોગ્ય નિશાના પર ન લાગ્યા હોત અને ફ્કત જંગલમાં જ બોમ્બ ફેક્યા હોત તો પાકિસ્તાન તરફથી જવાબ કેમ આવતો. કૈજુએલિટી કેટલી થઈ છે. તેનો આંકડો સરકાર જ રજુ કરી શકે છે. 
 
પાકિસ્તાનના વિમાનને બરબાદ કરનારા વિંગ કમાંડર અભિનંદન વર્ધમાન પર તેમણે કહ્યુ - હાલ તેમની ફિટનેસની તપાસ ચાલી રહી છે. જો તેઓ ફિટ થાય છે તો ફરીથી લડાકૂ વિમાન ઉડાવી શકે છે. 
 
એયર સ્ટ્રાઈજમાં મિગ 21 કેમ ઉપયોગમાં લેવામાં આવ્યુ ? તેના પર વાયુસેના પ્રમુખે કહ્યુ - મિગ 21 અમારુ એક સારુ વિમાન છે. જેને અપગ્રેડ કરી દેવામાં આવ્યુ છે. આ વિમાન પાસે સારુ રડાર છે. જે પણ વિમાન અમારી પાસે છે અમે તેને અમારી લડાઈમાં વાપરીએ છીએ.