શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 16 ઑગસ્ટ 2022 (10:53 IST)

Atal Bihari Vajpayee: અટલ બિહારી વાજપેયીની ચોથી પુણ્યતિથિ પર દેશ કરી રહ્યો છે નમન, રાષ્ટ્રપતિ અને પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

atal bihari vajpayee
Atal Bihari Vajpayee:  દેશના પહેલા પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની ચોથી પુણ્યતિથિ પર આખો દેશ તેમને નમન કરી રહ્યો છે. દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે રાજઘાટ સ્થિત તેમના સ્મૃતિ સ્થળ સદૈવ અટલ પર જઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. 
 
ઉલ્લેખનીય છે કે, અટલ બિહારી વાજપેયીનું 16 ઓગસ્ટ, 2018ના રોજ નિધન થયું હતું. ભારતીય જનતા પાર્ટી (BJP) ને સફળતાના શિખરે લઈ જવામાં તેમનો મહત્વનો ભાગ હતો. 90ના દાયકામાં તેઓ પક્ષના મુખ્ય ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા અને કેન્દ્રમાં પ્રથમ વખત ભાજપના નેતૃત્વમાં સરકાર રચાઈ હતી. વડાપ્રધાન તરીકે વાજપેયીના કાર્યકાળ દરમિયાન, દેશમાં ઉદારીકરણને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસને વેગ મળ્યો હતો.
 
પહેલા ચૂંટણી વર્ષ 1957માં જીત્યા 
 
અટલ બિહારી વાજપેયી જનસંઘના સ્થાપકોમાંના એક હતા. તેઓ 1968 થી 1973 સુધી જનસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ હતા. તેઓ 1952માં પહેલીવાર લોકસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા. આ પછી, 1957માં, તેઓ જનસંઘના ઉમેદવાર તરીકે યુપીની બલરામપુર બેઠક પરથી જીત્યા. ઈમરજન્સી પછી આવેલી મોરારજી દેસાઈ સરકારમાં તેઓ 1977 થી 1979 સુધી વિદેશ મંત્રી હતા. વર્ષ 1980માં જનતા પાર્ટીથી અલગ થયા બાદ, તેમણે ભારતીય જનતા પાર્ટીની સ્થાપનામાં મદદ કરી અને બાદમાં 6 એપ્રિલ 1980ના રોજ રચાયેલી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બન્યા. જે બાદ તેઓ બે વખત રાજ્યસભામાં પણ ચૂંટાયા હતા.
 
ક્યારે ક્યારે બન્યા દેશના પ્રધાનમંત્રી  ?
 
અટલ બિહારી વર્ષ 1996માં પહેલીવાર દેશના વડાપ્રધાન બન્યા હતા, પરંતુ બહુમતના અભાવે તેમની સરકાર માત્ર 13 દિવસ પછી પડી ગઈ હતી. જે પછી વર્ષ 1998માં તેઓ ફરીથી પીએમ બન્યા, પરંતુ, 13 મહિના પછી, 1999ની શરૂઆતમાં, તેમના નેતૃત્વવાળી સરકાર ફરી પડી. ચૂંટણીઓ યોજાઈ અને 1999માં જ તેમના નેતૃત્વમાં 13 પક્ષોની ગઠબંધન સરકાર રચાઈ, જેણે સફળતાપૂર્વક પાંચ વર્ષની મુદત પૂરી કરી, જે તેનો કાર્યકાળ પૂર્ણ કરનારી પ્રથમ બિન-કોંગ્રેસી સરકાર હતી.