ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 5 સપ્ટેમ્બર 2021 (16:11 IST)

હવે 27 સપ્ટેમ્બરે ભારત બંધ રહેશે, કિસાન મોરચાએ મહાપંચાયતમાં જાહેરાત કરી હતી

કેંદ્ર સરકારએ ત્રણ નવા કૃષિ કાયદાના  વિરૂદ્ધ કરી રહ્યા પ્રદર્શનની આગેવાની કરી રહ્યા છે. સંયુક્ય કિસાન મોર્ચાએ 25 સેપ્ટેમ્બરને ભારત બંધનુ એલાન કર્યુ છે. સંયુક્ત કિસાન મોરચાએ કહ્યુ છે કે આ પગલાનો ઉદ્દેશ્ય ગયા વર્ષે નવેમ્બરથી શરૂ થયેલા કિસાન આંદોલનને બધુ મજબોતી અને વિસ્તાર આપવુ છે. 
 
કૃષિ કાયદાઓ રદ કરવા અને MSP પર ખરીદીને કાયદેસર બનાવવાની માંગ સાથે છેલ્લા નવ મહિનાથી દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહેલા કિસાન મોરચાએ સિંઘુ સરહદ પર બે દિવસીય સંમેલન બાદ મોટી જાહેરાત કરી છે. મુઝફ્ફરનગરમાં 5 સપ્ટેમ્બરે યોજાનારી કિસાન મહાપંચાયતમાં કિસાન મોરચાએ પોતાનું પૂરું જોર લગાડવાની તૈયારી કરી છે. 
 
અખિલ ભારતીય કિસાન સભાના મહામંત્રી અતુલ અંજાનએ જણાવ્યું હતું કે, કિસાન મોરચા 5 મી સપ્ટેમ્બરે મુઝફ્ફરનગરની ઐતિહાસિક રેલીથી તેના મિશન યુપીની જાહેરાત કરશે. મજબૂત વલણ દર્શાવતા ખેડૂત નેતાઓએ ફરી એક વખત સરકારને ચેતવણી આપી છે કે, તેણે વહેલી તકે ખેડૂતોની વાત સાંભળવી જોઈએ, નહીંતર અરાજકતાનું વાતાવરણ ઉભું થઈ શકે છે. 27 સપ્ટેમ્બરે સંપૂર્ણ ભારત બંધનું એલાન આ સિવાય 25 સપ્ટેમ્બરે સંપૂર્ણ ભારત બંધનું એલાન પણ કિસાન મોરચા દ્વારા આપવામાં આવ્યું છે.