CBSE એ ધોરણ 10ની અંગ્રેજી બોર્ડ પરીક્ષાના પ્રશ્નપત્રમાંથી વિવાદિત પ્રશ્ન હઠાવ્યો
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલના અહેવાલ મુજબ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10ની અંગ્રેજીની બોર્ડ પરીક્ષાના પ્રશ્નપત્રમાં પરિવાર, મહિલાઓ અને બાળકોને અનુશાસન શીખવવાના વિવાદિત પ્રશ્નને હઠાવવી દીધો છે. પરીક્ષાર્થીઓને તેની બદલ પૂરા અંક આપવામાં આવશે.
આ પ્રશ્ન ધોરણ 10 ટર્મ-1ની અંગ્રેજીની પરીક્ષામાં પ્રશ્નપત્રના એક સેટમાં શનિવારે પૂછાયો હતો. ત્રણ ફકરાના આ પૅસેજની ટીકા થઈ હતી અને તેને મહિલાઓ માટે અપમાનજનક ગણાવાયો હતો.
સંસદમાં પણ આ મામલો ઉઠ્યો હતો.
લોકસભામાં કૉંગ્રેસનાં અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, "હું શિક્ષણ મંત્રાલય અને સીબીએસઈનું આ પ્રશ્ન તરફ તાત્કાલિક ધ્યાન દોરવા માગું છું."
તેમણે સીબીએસઈ અને શિક્ષણ મંત્રાલય તરફથી માફી માગવા અને આ ચૂક પાછળ વિસ્તારથી તપાસ કરવા અને ફરી ક્યારેય આવી ચૂક ન થાય, તેની માગ કરી હતી.