રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2023 (12:15 IST)

14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે સાથે 'Cow Hug Day', એનિમલ વેલફેર બોર્ડની અપીલ, કારણ પણ સમજાવ્યું

14 ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે પ્રેમી યુગલો એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. સમગ્ર વિશ્વમાં તેમજ ભારતમાં લોકો તેને લઈને ઉત્સાહિત છે. પરંતુ ભારતમાં હવે આ દિવસને ખાસ રીતે ઉજવવામાં આવશે. એવું જાણવા મળે છે કે માતા ગાયને માન આપવા માટે આ દિવસને 'કાઉ હગ ડે' તરીકે ઉજવવામાં આવશે. એટલે કે આ દિવસને ગાયને ગળે લગાડવાના દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
 
TOIના અહેવાલ મુજબ, એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા (AWBI) દ્વારા અપીલ કરવામાં આવી છે. આ અપીલ પશુપાલન અને ડેરી વિભાગ, મત્સ્યોદ્યોગ વિભાગની સૂચનાથી સક્ષમ અધિકારીની મંજુરીથી બહાર પાડવામાં આવી છે. જેમાં દેશના ગાય પ્રેમીઓને 14 ફેબ્રુઆરીને 'ગાઉ હગ ડે' તરીકે ઉજવવાની અપીલ કરવામાં આવી છે. આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે સમય સાથે પશ્ચિમી સંસ્કૃતિના કારણે વૈદિક પરંપરાઓ લગભગ લુપ્ત થવાના આરે છે, તેથી 14 ફેબ્રુઆરીને 'ગાય હગ ડે' તરીકે ઉજવવાની અપીલ કરવામાં આવી રહી છે.