Exit Poll Live -ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલમાં મહાગઠબંધનને 180 સીટ
બિહાર વિધાનસભા ચૂંટનીમાં ત્રીજા તબક્કાનુ વોટિંગ ખતમ થયા પછી હવે દરેકની નજર પરિણામ પર ટકી ચુકી છે. વોટની ગણતરી તો 10 નવેમ્બરના રોજ શરૂ થશે. પણ આજે એક્ઝિટ પોલ ઈશારા કરશે કે બિહારમાં કોની સરકાર બનવા જઈ રહી છે. બિહારમાં 243 વિધાનસભા સીટો સીટો માટે કરોડો વોટર્સએ પોતાના મતાધિકારનો પ્રઓગ કર્યો છે. એકવાર ફરી નીતીશ કુમારના નેતૃત્વ એનડીએની સરકાર બનશે કે તેજસ્વી યાદવ મહાગઠબંધનને સત્તા અપાવી શકશે ? જનતાએ મોદી-નીતીશના કામકાજ પસંદ કર્યા કે તેજસ્વીનુ નોકરીનુ વચન આપવુ ભારે પડ્યુ ? થોડીક જ વારમાં એક્ઝિટ પોલ્સ સામે આવશે તો ઈશારામાં જ આનો જવાબ મળી શકે છે.
બિહાર
Channel/Agency |
જેડીયૂ+ |
આરજેડી+ |
લોજપા |
અન્ય |
INDIA TODAY AXIS |
00 |
00 |
00 |
00 |
TIMES NOW - CVOTER |
116 |
120 |
01 |
06 |
CHANAKYA |
55 |
180 |
00 |
08 |
આરજેડીએ 200 થી વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો હતો
આરજેડીના મૃત્યુંજય તિવારીએ 200 થી વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે બિહારમાં મહાગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે અને તેજસ્વી યાદવ મુખ્ય પ્રધાનની ખુરશી પર બેસશે.
ગુજરાતમાં પેટાચૂંટણીમાં ભાજપનો 49 ટકા મત મળવાનો અંદાજ છે
ગુજરાતની પેટાચૂંટણીમાં ભાજપને 49 ટકા અને કોંગ્રેસને 40 ટકા મતો મળવાનુ અનુમાન છે. સાથે જ 6-7 બેઠકો ભાજપના ખાતામાં અને કોંગ્રેસના ખાતામાં 0-1 બેઠકો જોવા મળે છે. ગુજરાતમાં 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ હતી.
યુપીની પેટાચૂંટણીમાં ભાજપને 5-6 બેઠકો મળશે
યુપીની પેટાચૂંટણીમાં ભાજપને 37 ટકા અને સપાને 27 ટકા મત મળવાની ધારણા છે. બસપાને 20 ટકા અને કોંગ્રેસને 8 ટકા મત મળી શકે છે. ઉલ્લેખનીય છે કે યુપીની 7 બેઠકો પર મતદાન થયું હતું. બેઠકોની વાત કરવામાં આવે તો ભાજપને 5-6 અને સપાની 1-2 બેઠકો મળવાની સંભાવના છે.