ગુજરાતમાં સૌથી સ્વચ્છ રેલવે સ્ટેશન, બિહારમાં સૌથી ગંદા - સર્વે

railway station
નવી દિલ્હી.| Last Modified બુધવાર, 27 જુલાઈ 2016 (12:33 IST)

દેશમાં ગુજરાતમાં છે.
જ્યારે કે સૌથી ગંદુ સ્ટેશન અને ઉત્તર પ્રદેશમાં છે.
રેલ મંત્રાલય દ્વારા સ્વચ્છતા પર કરવામાં આવેલ એક સર્વેક્ષણમાં મુસાફરોએ કહ્યુ કે સ્ટેશનો પર સ્વચ્છતાની કમી, તેમને માટે સૌથી મોટી ચિંતા છે. સ્વચ્છતાના 40 જુદા જુદા માનકોમાંથી મુસાફરોએ સ્ટેશનો પર દુર્ગંધને સૌથી મોટી ચિંતા માની અને ત્યારબાદ કૂદાદાનની કમી અને પ્લેટફાર્મ પર ગંદકીને ગણાવી. આ સર્વેક્ષણ 407 મુખ્ય રેલવે સ્ટેશનો પર કરવામાં આવ્યો અને લગભગ 1,30,000 મુસાફરોએ ભાગ લીધો.

રેલ મંત્રાલય દ્વારા સર્વેક્ષણની રિપોર્ટ આજે રજુ કરવામાં આવી જેમા રૈકિંગના હિસાબથી 10 સૌથી સ્વચ્છ સ્ટેશનોમાં વ્યાસ, ગાંધીધામ, વાસ્કો ડિ ગામા, જામનગર, કુંબકોણમ, સુરત, નાસિક રોડ, રાજકોટ, સેલમ અને અંકલેશ્વરનો સમાવેશ છે. ગુજરાતના પાંચ સ્ટેશન - ગાંધીધામ, જામનગર, સૂરત, રાજકોટ અને અંકલેશ્વર ટોચ 10માં સામેલ છે.

રેકિંગના હિસાબથી સૌથી ગંદા સ્ટેશનોમાં મધુબની, બલિયા, બખ્તિયારપુર, શાહગંજ, જંઘઈ, અનુગ્રહ નારાયણ, સગૌલી, આરા અને પ્રતાપગઢનો સમાવેશ છે. જેમા પાંચ સૌથી ગંદા સ્ટેશન-મધુબની, બખ્તિયારપુર, અનુગ્રહ નારાયણ, સગૌલી અને આરા-બિહારમાં છે. આ સર્વેક્ષણમાં દરેક મુસાફર પાસેથી 40 વિવિધ માનકો પર સ્ટેશનની સ્વચ્છતાની રેટિંગ કરવાનુ કહેવામાં આવ્યુ હતુ. તેમા કુલીઓ અને પ્લેટફોર્મ પર સ્થિત વેંડરોની પણ પ્રતિક્રિયા લેવામાં આવી હતી.


આ પણ વાંચો :