રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 7 ડિસેમ્બર 2022 (13:00 IST)

શુ માણસાઈ મરી પરવારી છે ? અકસ્માત પછી રસ્તા પર તડપતો રહ્યો યુવાન અને આસપાસથી પસાર થતી રહી ગાડીઓ, CCTVમાં કેદ થઈ ઘટના

accident video
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં માનવતાને શરમાવનારી ઘટના સામે આવી છે. જે સીસીટીવીમાં કેદ થઈ છે. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ રોડ ક્રોસ કરતી વખતે અકસ્માતનો ભોગ બને છે. પરંતુ આ દરમિયાન તેને બચાવવા કોઈ આવતું નથી. અને તે વ્યક્તિને ટક્કર મારનાર વાહન ચાલક પણ સરળતાથી રફુચક્કર થઈ જાય છે. આ ઉપરાંત ત્યાં આસપાસથી પસાર થયેલા વાહનો સરળતાથી આગળ વહી રહ્યા છે. 
 
મળતી માહિતી મુજબ, અકસ્માતમાં ઘાયલ વ્યક્તિ લાંબા સમય સુધી રસ્તા પર પડ્યો હતો, પરંતુ યુવકને કોઈ મદદ મળી ન હતી, જેના કારણે તેનું મોત થયું હતું. ચા મંગાવવા ગયેલા આ યુવકનું અકસ્માતમાં મોત આશ્ચર્યજનક છે. જો લોકોએ તેને સમયસર મદદ કરી હોત તો તે જીવિત હોત. કોઈએ ગાડીઓ રોકી નહીં પણ ત્યાંથી પસાર થતા લોકો તમાશો જોતા જ રહ્યા. આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાના કોઈ સમાચાર સામે આવ્યા નથી.

 
કોઈએ મદદની કોશિશ ન કરી 
 
જો કે સીસીટીવીમાં કેદ થયેલી ઘટના માનવતાને શર્મશાર કરનારી છે. ઘણા લોકો રસ્તાની બાજુમાં ઉભા રહીને યુવાનને તડપતો જોતા રહ્યા.  આ દરમિયાન ત્યાંથી બસ, કાર અને અન્ય તમામ પ્રકારના વાહનો પસાર થયા હતા. પરંતુ મદદ કરવા માટે કોઈ રોકાયું નહીં.