ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 13 ઑગસ્ટ 2021 (12:12 IST)

કાબુલના વધુ તાલિબાન અફગાનિસ્તાનના બીજા મોટા શહેર કંધાર પર કર્યો કબ્જો

અફઘાનિસ્તાનથી નાટો અને અમેરિકા સૈનિકોની વાપસીના વચ્ચે તાલિબાનને અત્યાર સુધીની સૌથી મોટી સફળતા મળી છે. અફગાનિસ્તાનમાં તાલિબાનનો કહેર સતત ચાલુ છે. તાલિબાને શુક્રવારે અફઘાનિસ્તાનના બીજા મોટા શહેર કંધાર પર કબ્જો કરી લીધો છે. એવામાં હવે અફઘાનિસ્તાન સરકારના કબ્જામાં માત્ર રાજધાની કાબુલ અને અમુક અન્ય ભાગો જ બચ્યા છે. તાલિબાનના પ્રવકતાએ ટ્વિટ કરીને દાવો કર્યો છે કે કંધારને સંપૂર્ણપણે જીતી લેવામાં આવ્યુ છે, મુજાહિદ્દીન શહેરમાં માર્ટર્સ સ્કવાયર પહોંચી ગયા છે.
 
વળી, અમેરિકાએ એલાન કર્યુ છે કે તે પોતાના સૈનિકોને મોકલશે અને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં અમેરિકી દૂતાવાસમાં ફસાયેલા લોકોને બહાર કાઢશે. પેંટાગનના પ્રેસ સેક્રેટરી જૉન કિર્બીએ જણાવ્યુ કે 3 
બટાલિયન કાબુલ એરપોર્ટ પર આવતા 24-48 કલાકની અંદર પહોંચશે જેમાં લગભગ 3000 સૈનિક હશે. આ અસ્થાયી મિશન છે અને તેનુ લક્ષ્ય નાનુ છે. અમારા કમાંડર્સને પોતાની સુરક્ષાનો અધિકાર છે અને તેમના પર કોઈ પણ પ્રકારનો હુમલાનો પૂરતો જવાબ આપવામાં આવશે.