ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :વિલ્લુપુરમ , મંગળવાર, 3 મે 2022 (15:58 IST)

અહી એક લીંબુ વેચાયુ 27000 રૂપિયામાં, જાણો તેમા એવુ શુ છે ખાસ ?

lemon
બજારમાં તમને લીંબુ થોડાક જ રૂપિયામાં મળી જાય છે. પણ તમિલનાડુના એક મંદિરમાં ચઢાવ્યા પછી જે એક લીંબુની કિમંત થઈ તેના વિશે જાણીને તમે દંગ રહી જશો. તમિલનાડુના વિલ્લુપુરમ સ્થિત એક મંદિરમાં એક લીંબુની 27000 રૂપિયામાં નીલામ થયુ. 
 
આ મંદિરમાં 11 દિવસ સુધી પંગુની ઉથીરામ ઉત્સવ ચાલ્યો અને તેની સમાપ્તિ પર મંદિર પ્રશાસને ચઢેલા આવા 9 લીંબુ લીલામી માટે મુક્યા હતા જે કુલ 68000 રૂપિયામાં લીલામ થયા. તેમાથી ફક્ત એક માટે 27000 રૂપિયા આપવામાં આવ્યા. 
 
મંદિરની આ પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે  તહેવાર પહેલા 9 દિવસમાં મંદિરમાં લીંબૂ ચઢાવવામાં આવે છે. લોકો આ માન્યતાથી મંદિરમાં લીંબૂ ચઢાવે છે કે તેનાથી ધન-સમૃદ્ધિ આવશે. 
 
એવુ પણ કહેવાય છે કે લીંબૂ સંતાનથી વંચિત કપલ્સ માટે પણ ખૂબ મદદગાર હોય છે. પહેલા દિવસે જે લીંબૂને સજાવવામાં આવે છે તે ખૂબ મહત્વપૂર્ણ અને શક્તિશાળી માનવામાં આવે છે. મહાલિંગમ અને જયંતી નામની દંપતિએ આ વર્ષના પ્રથમ લીંબૂને 27000 રૂપિયામાં ખરીદ્યુ.