રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: કલકત્તા. , શનિવાર, 19 જાન્યુઆરી 2019 (11:50 IST)

મમતાની રેલીમાં આજે શક્તિ પ્રદર્શન, 41 વર્ષ પછી થશે વિપક્ષનો જમાવડો

ઉત્તર પ્રદેશમાં ભાજપા વિરુદ્ધ બનેલ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધન પછી કલકત્તામાં આજે તૃણમૂળ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જીની વિપક્ષી દળોની રેલી વધુ મહત્વપૂર્ણ થઈ ગઈ છે.   આ રેલીમાં 20થી વધુ વિપક્ષી દળના નેતા હાજર છે. સવારથી જ રેલી સ્થળ પર એકત્ર થયેલા પશ્ચિમ બંગાળથી ટીએમસી સમર્થકોએ એકત્ર થવુ શરૂ કરી દીધુ હતુ. ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ કહ્યુ કે આ રેલી લોકસભા ચૂંટણી પહેલા ભાજપા માટે મૃત્યુ-નાદની શરૂઆત હશે. તૃણમૂળને આશા છે કે આ રેલીમાં મમતા એવા નેતાના રૂપમાં ઉભરાશે જે અન્ય દળોને સાથે લઈને ચાલી શકે છે અને લોકસભા ચૂંટણી પછી સત્તારૂઢ ભાજપાને પડકાર આપી શકે છે. 
 
આ પક્ષની સાથે જ ભાજપના બળવાખોર નેતા યશવંત સિન્હા, શત્રુઘ્ન સિન્હા, અને અરૂણ શૌરી પણ મંચ શેર કરવા માટે કોલકત્તા પહોંચી ગયા છે. જો કે ઓરિસ્સા અને તેલંગાણામાં સત્તારૂઢ બીજુ જનતા દળ અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિ એ આ રેલીથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. નોન એનડીએમાં માત્ર આ બે પક્ષ છે, જેમણે કોલકત્તા આવાની સહમતિ વ્યકત કરી નથી. જ્યારે લેફ્ટ ફ્રન્ટે આ રેલીથી પોતાને દૂર કર્યા છે.
 
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ખુદ આ રેલીમાં સામેલ થવાના નથી. તેમણે મલ્લિકાર્જુન ખડગે તથા અભિષેક મનુ સિંઘવીને કોલકત્તા મોકલવાનો નિર્ણય લીધો છે. ક્ષેત્રીય પક્ષોને એકત્ર કરી રેલીનું આયોજન કરી રહેલા તૃણમૂલ કૉંગ્રેસે કહ્યું કે ક્ષેત્રીય રાજકીય મજબૂરીઓને આ પ્રસ્તાવિત રેલી સાથે જોડાયેલા મોટા રાજકીય ઉદ્દેશ્યોને એકત્ર કરવા જોઇએ નહીં.