રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 24 માર્ચ 2023 (13:14 IST)

PM મોદીએ મને શૂર્પણખા કહ્યુ હતુ, હુ હવે કેસ કરીશ - કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરી

સૂરતની એક કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 2019માં તેમની મોદી સરનેમ ટિપ્પણી પર માનહાનિના મામલે બે વર્ષની કેદની સજા સંભળાવી છે. બીજી બાજુ  વિપક્ષી દળોએ આ મામલે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. અ અ દરમિયાન, કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ ગુરુવારે (23 માર્ચ) એક ટ્વીટમાં જણાવ્યું હતું કે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કથિત 'શૂર્પણખા' ટિપ્પણી માટે માનહાનિનો કેસ દાખલ કરશે.

 
રેણુકા ચૌધરીએ ટ્વીટમા લખ્યુ કે જોઈએ કે હવે કોર્ટ કેટલી ઝડપથી કામ કરે છે.  પૂર્વ કેન્દ્રીય મંત્રીએ પોતાના ટ્વીટ  સાથે પીએમ નરેન્દ્ર મોદીની આ ટિપ્પણીનો વીડિયો પણ ટ્વીટ કર્યો છે. જેમાં પીએમ મોદીએ રાજ્યસભાના અધ્યક્ષને રેણુકા ચૌધરીને હસવા દેવાનુ કહ્યુ હતુ. તેમણે કહ્યું હતું કે રામાયણ સિરિયલ પછી આજે આવું હાસ્ય સાંભળવા મળ્યું છે.
 
કોંગ્રેસ નેતા રેણુકાએ પીએમ મોદીને સ્તરહિન અને બદદિમાગ પણ કહ્યા અને લખ્યુ કે તેમણે મને સદનમાં શૂર્પણખા કહ્યુ હુ તેમના વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરીશ.  
 
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ એક રેલી દરમિયાન કહ્યુ હતુ કે ચોરોના સરનેમ મોદી જ કેમ હોય છે ? મોદી સમુદાય પર આ ટિપ્પણી બદલ વાયનાડના સાંસદને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. જો કે આ નિર્ણય સામે અપીલ કરવા માટે તેને 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે.