ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 29 નવેમ્બર 2021 (15:39 IST)

ઓમિક્રોનનું એપી સેન્ટર બન્યું દક્ષિણ આફ્રિકા

જ્હોન્સિબર્ગના ગાઉટેંગ પ્રાંતમાં 90% કોરોનાના દર્દી એમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત
 
ગાઉટેંગમાં શ્વાને ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં વિદ્યાર્થીઓ સંક્રમિત થતા પરીક્ષાઓ રદ
 
દેશ અને દુનિયા માટે નવી મુસીબત તરીકે ઉભરી આવેલ કોરોનાનું એક નવું વેરિઅન્ટ ઓમિક્રોન સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યું હતું.
દ.આફ્રિકામાં 18-34 વર્ષની ઉંમરના માત્ર 22% યુવાનોએ જ લીધી છે રસી
 
આપને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકામાં 18 થી 34 વર્ષની ઉંમરના માત્ર 22 ટકા યુવાનોએ જ કોરોનાની રસી લીધી છે. રસી લેનાર વિદ્યાર્થી માનકુબા જીઠાએ જણાવ્યું કે તેઓ ઘણા સાથીઓને રસી લેવા માટે પ્રેરિત કરી રહ્યા છે. 
 
આ વૅરિયન્ટને હાલ B.1.1.529ના નામથી ઓળખાય છે. પરંતુ શુક્રવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા તેને ઓમિક્રૉન નામ આપવામાં આવ્યું છે.
 
નોંધનીય છે કે તે ખૂબ જ વધુ પ્રમાણમાં મ્યુટેટ થયેલો વૅરિયન્ટ છે. સાઉથ આફ્રિકામાં સેન્ટર ફૉર એપિડૅમિક રિસ્પૉન્સ ઍન્ડ ઇનોવેશનના ડિરેક્ટર પ્રોફેસર તુલિઓ ડી ઓલિવિએરાએ આ વિશે કહ્યું હતું કે, આ વૅરિયન્ટમાં "મ્યુટેશનનું અસામાન્ય સંયોજન હતું" અને તે વ્યાપક પ્રમાણમાં ફેલાયેલા અન્ય વૅરિયન્ટ કરતાં 'ખૂબ જ અલગ' છે.
 
તેમણે કહ્યું કે, "આ વૅરિયન્ટથી અમે આશ્ચર્યચકિત છીએ, ઉત્ક્રાંતિમાં આ વૅરિયન્ટે મોટી છલાંગ લગાવી છે અને તેનું મ્યુટેશન અમારી અપેક્ષા કરતાં ઘણું વધારે છે."
મીડિયા સાથે વાતચીત કરતી વખતે પ્રો. ડી ઓલિવિએરાએ કહ્યું કે આ નવા વૅરિયન્ટમાં કુલ 50 મ્યુટેશન હતાં અને 30 કરતાં વધુ સ્પાઇક પ્રોટિન હતા.જે આપણા દ્વારા વિકસિત મોટા ભાગની રસીઓનું લક્ષ્ય છે. સાથે જ આ જ એ ચાવી છે જેના થકી વાઇરસ આપણા શરીરમાં પ્રવેશે છે.
 
થોડી વધુ નિકટથી તપાસ કરતાં આ વાઇરસના રિસેપ્ટર બાઇન્ડિંગ ડોમેઇન (વાઇરસનો એ ભાગ જે આપણા શરીરના સંપર્કમાં સૌપ્રથમ આવે છે.),માં દસ મ્યુટેશન છે. નોંધનીય છે કે ડેલ્ટા વાઇરસમાં આ મ્યુટેશન માત્ર બે જ હતાં. જે ઘણા દેશોને પોતાની બાનમાં લઈ ચૂક્યો છે.
આટલું વધુ મ્યુટેશન કોઈક એક દર્દી કે જેઓ આ વાઇરસને હરાવવામાં અસફળ રહ્યા હોય તેમના કારણે થયું હોઈ શકે.
 
જોકે હાલ ચિંતાની બાબત એ છે કે આ વાઇરસ ચીનના વુહાનમાં સામે આવેલા વાઇરસની તુલનામાં ઘણો અલગ છે.
 
તેનો અર્થ એ થયો કે ઑરિજિનલ વાઇરસના સ્ટ્રેઇનના ઉપયોગથી તૈયાર કરાયેલી રસી આ વાઇરસ માટે અસરકારક ન નીવડે, એવી શક્યતા પણ રહેલી છે.