રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 27 જુલાઈ 2023 (13:49 IST)

PM Kisan: PM કિશાન: ખેડૂતોના ખાતામાં નાણાં થયા જમા, 9 કરોડ ખેડૂતોના ખાતામાં ₹17000 કરોડ જમા થયા

PM કિશાન: ખેડૂતોના ખાતામાં નાણાં થયા જમા- કરોડો કિસાનોને આજે ગુરૂવારે 27 જુલાઈ 2023ને રાજસ્થાનથી પીએમ નરેંદ્ર મોદીએ મોટી ભેંટ આપેલ. PM કિસાન લાભાર્થીઓના ખાતામાં 14મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. લગભગ 9 કરોડ ખેડૂતોના ખાતામાં કુલ 17000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
 
તમને જણાવી દઈએ કે જો તમને પીએમ કિસાન યોજનાને લઈને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે, તો તમે સત્તાવાર ઈમેલ આઈડી [email protected] પર ખેડૂતનો સંપર્ક કરી શકો છો. આ સિવાય પીએમ કિસાન યોજનાના હેલ્પલાઈન નંબર- 1155261 અથવા 1800115526 (ટોલ ફ્રી) અથવા 011-23381092 પર પણ સંપર્ક કરી શકાય છે.
 
આ રીતે યાદી તપાસો
1: PM કિસાન વેબસાઇટ પર જાઓ.
2: લાભાર્થીની સૂચિ પર ક્લિક કરો.
3: રાજ્ય, જિલ્લો, પેટા-જિલ્લો, બ્લોક અને ગામ જેવી વિગતો દાખલ કરો અને રિપોર્ટ મેળવો પર ક્લિક કરો.
4: આ પછી તમારી સામે લાભાર્થીઓની યાદી ખુલશે. અહીં તમે તમારું નામ ચકાસી શકો છો.