બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , શુક્રવાર, 25 જૂન 2021 (13:20 IST)

46 Years of Emergency : પીએમ મોદીએ કહ્યુ - ક્યારેય નથી ભૂલી શકાતો કટોકટીનો એ સમય

ભારતના ઈતિહાસમાં આજનો દિવસ 25 જૂન 1975માં દેશભરમાં કટોકટી લાગુ કરવાનુ એલાન કરવામાં આવ્યુ હતુ. તત્કાલિન પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીની ભલામણ પર આ આદેશ આપવામાં આવ્યો હતો. આજે કટોકટીની 46મી વરસી છે.  આ દિવસને યાદ કરતા તમામ રાજનીતિક નેતાઓએ ટ્વીટ કર્યુ છે. 
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આ દિવસને યાદ કરતા કહ્યુ, કટોકટીના કાળા દિવસને ક્યારેય ભૂલી નથી શકાતો. 1975થી  1977ની વચ્ચે દેશની સંસ્થાઓનો વિનાશ જોવા મળ્યો છે. તેમણે આગળ કહ્યુ કે આવો આપણે ભારતની લોકતાંત્રિક ભાવનાને મજબૂત કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરવાનો સંકલ્પ લઈએ અને આપણા સંવિઘાનના ચોક્કસ મૂલ્યો પર ખરા ઉતરીએ 
\
 
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ દિવસને સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કાળા દિવસ તરીકે ગણાવ્યો છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે એક પરિવાર વિરુદ્ધ ઉઠનારા અવાજોને દબાવવા માટે દેશમાં કટોકટી લાદવામાં આવી હતી અને તેને સ્વતંત્ર ભારતના ઇતિહાસનુ કાળુ પ્રકરણ ગણાવ્યુ. 
 
તેમણે આગળ લખ્યું છે કે, '1975 માં આ દિવસે કોંગ્રેસે સત્તાના સ્વાર્થ અને ઘમંડમાં દેશ પર કટોકટી લાદીને વિશ્વની સૌથી મોટી લોકશાહીની હત્યા કરી નાખી. અસંખ્ય સત્યાગ્રહીઓને રાતોરાત જેલની કોઠરીમાં કેદ કરવામાં આવ્યા અને પ્રેસને તાળાબંધી કરી હતી. નાગરિકોના મૂળભૂત અધિકાર છીનવીને સંસદ અને કોર્ટને મૌન દર્શક બનાવ્યા.
 
રાજનાથે કહ્યુ, મગજમાં આજે પણ તાજો છે એ સમય 
 
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે કટોકટી દરમિયાન લોકશાહીની રક્ષા માટે દેશભરમાં આંદોલન કરવામાં આવ્યુ અને તેને બચાવવા માટે લોકોએ અનેક યાતાનાઓ સહન કરી.  તેમના ત્યાગ, સાહસ અને સંઘર્ષને આપણે આજે પણ યાદ કરીએ છીએ અને પ્રેરણા મેળવીએ છીએ. તેમણે કહ્યું કે ભારતીય લોકશાહીના ઇતિહાસમાં કટોકટી એક અંધકાર પ્રકરણ તરીકે ઓળખાય છે. તેમણે કહ્યું કે દેશના તે યુગને ભૂલી શકાતો નથી અને તે આપણા બધાની યાદોમાં તે આજે પણ તાજો છે.