સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 8 ફેબ્રુઆરી 2022 (08:18 IST)

મહાભારત ફેમ પ્રવીણ કુમારએ લીધી અંતિમ શ્વાસ આર્થિક રીતે પરેશાન હતા

બીઆર ચોપરાની મહાભારતમાં ભીમનું પાત્ર ભજવનાર અભિનેતા પ્રવીણ કુમાર સોબતીનું(Praveen Kumar Sobti) નિધન થયું છે. લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહેલા પ્રવીણ કુમાર સોબતીએ 74 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે.

પ્રવીણ કુમાર સોબતીએ (Praveen Kumar Sobti)  માત્ર અભિનય જ નહીં પરંતુ રમતગમતની દુનિયામાં પણ ઘણું નામ કમાવ્યું હતું. પંજાબના રહેવાસી પ્રવીણ કુમારે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. ફિલ્મોમાં તે ઘણીવાર વિલનની ભૂમિકામાં જોવા મળ્યો હતો. રમતગમતથી લઈને અભિનય સુધી, પ્રવીણ કુમારે હંમેશા પોતાનું 100 ટકા આપવાનો પ્રયાસ કર્યો અને દરેક વખતે તેમને સફળતા મળી.