તાલિબાનને ખૂંચી મોદીની આતંકની સત્તા સ્થાયી નહી વાળી વાત, બોલ્યુ - જલ્દી ભારત જોશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ કહેવુ છે કે આતંકની સત્તા કાયમ નથી રહેતી. જેનુ તાલિબાનને કડવું લાગ્યુ છે. આને પડકાર તરીકે લેતા અગ્રણી તાલિબાન નેતા શહાબુદ્દીન દિલાવારે દાવો કર્યો છે કે તેમનું સંગઠન સફળ થશે. પીએમ મોદીની વાતનો જવાબ આપતા દિલાવરે કહ્યું કે ભારત ટૂંક સમયમાં જોશે કે તાલિબાન દેશને યોગ્ય રીતે ચલાવી શકે છે. પીએમ નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિર સાથે જોડાયેલા અનેક વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરતી વખતે તાલિબાનનુ નામ લીધા વગર આ વાત કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે 'ભગવાન સોમનાથનું મંદિર આજે માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક વિશ્વાસ છે. જે તોડનારી શક્તિઓ છે.. જે અઅતંકના બળ પર સામર્થ્ય ઉભુ કરવાના સપના જુએ છે.. એ કોઈપણ કળમા થોડા સમય માટે ભલે પ્રભાવશાળી થઈ જાય પણ તેનુ અસ્તિત્વ સ્થાયી નથી હોતુ. તેઓ વધુ સમય સુધી માનવતાને દબાવીને નથી મુકી શકતા. પ્રધાનમંત્રીના આ નિવેદનને અફગાનિસ્તાનની પરિસ્થિતિ સાથે જોડીને જોવામા આવ્યુ.
તાલિબાન્ર્ર નેતાએ 'રેડિયો પાકિસ્તાન' ને આપેલા ઈન્ટરવ્યૂમાં ભારતને પણ આ ચેતાવણી આપી કે અફઘાનિસ્તાનના આંતરિક બાબતોમાં દખલ ન કરે. દિલાવરે કહ્યુ કે પાકિસ્તાને મૈત્રી બતાવતા 30 લાખથી વધુ અફગાનિઓને શરણ આપી જેના માટે પાકિસ્તાનનો આભાર. દિલાવરે એમ પણ કહ્યું કે તાલિબાન દરેક દેશ સાથે શાંતિપૂર્ણ અને સન્માનજનક સંબંધ ઈચ્છે છે.