ચપ્પલ આપીને કરવામાં આવશે અમિત શાહનું સ્વાગત, કોણ કરશે આવુ ?
મહારાષ્ટ્રમાં કોલ્હાપુર ભાજપા જીલ્લા એકમ ભેટમાં 'ચપ્પલ' આપવા માટે પોતાની પાર્ટી નેતાઓની રાહ જોઈ રહી છે. 22થી 24 મે સુધી કોલ્હાપુરમાં મહારાષ્ટ્ર ભાજપા કાર્યકારિણીની બેઠક છે.
જેમા ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપરાંત દેશના અનેક મોટા નેતા ભાગ લેશે. જે દરમિયાન કોલ્હાપુરીઓ તરફથી ભાજપા નેતાઓના સ્વાગતમાં ચપ્પલની અનોખી ભેટ આપવાની યોજના છે.
કોલ્હાપુર ભાજપાના જીલ્લાધ્યક્ષ મહેશ જાધવે જણવ્યુ કે બેઠકની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. જેમા રાજ્ય ભાજપા કાર્યકારિણી અને જીલ્લાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સહિત લગભગ 1200 લોકોનો સમાવેશ થશે. કોલ્હાપુર શિવાજી પેઠ સ્થિત પેટાલા મેદાનમાં એરકંડિશનિંગ તંબુ બંધાયો છે. 24 મેની જનસભા માટે જુદો મોટો તંબુ તાણવામાં આવી રહ્યો છે.
જાધવે જણાવ્યુ કે જીલ્લા એકમ તરફથી કાર્યકારિણીમાં ભાગ લેનારા બધા પદાધિકારીઓ અને કાર્યકતાઓને કોલ્હાપુરી ચંપલ, ફેંટો, ગોળ અને છત્રપતિ શાહુજી મહારાજના જીવન ચરિત્ર પર આધારિત પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવશે.
કોલ્હાપુરની ચપ્પલ દેશભરમાં જાણીતી છે. તેથી તેને ભેટની શ્રેણીમાં મુકવામાં આવી છે અને ફોન કરીને નેતાઓના પગના માપ લેવામાં આવી રહ્યા છે. જેનાથી તેમના પગના માપની ચપ્પલ આપી શકાય.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ છે કે બેઠકમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના અત્યાર સુધીના કાર્યો અને ઉપલબ્ધિયો માટે અભિનંદન પ્રસ્તાવ રજુ થશે. ભવિષ્યના કાર્યક્રમ અને નીતિયો પર ચર્ચા પણ થશે.