રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 14 નવેમ્બર 2019 (10:35 IST)

સબરીમાલા મંદિર કેસ - શુ છે 1500 વર્ષ જૂની પરંપરા, મહિલાઓને કેમ નથી મળતો પ્રવેશ

sabarimala
આજે સુપ્રીમ કોર્ટે કેરલના પ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં સ્ત્રીઓના પ્રવેશને લઈને ઐતિહાસિક નિર્ણય સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટ મુજબ હવે આ મંદિરમાં બધી વયની મહિલાઓ પ્રવેશ કરી શકે છે.  ઉલ્લેખનીય છે કે 1500 વર્ષ પહેલાથી ચાલી આવતી પરંપરા મુજબ મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરવાની અનુમતિ નહોતી. લગભગ 10 વર્ષથી વધુ વર્ષથી આ મામલો કોર્ટમાં ચાલ્યો આવી રહ્યો હતો. આવો જાણીએ છેવટે આ ઐતિહાસિક મંદિર સાથે જોડાયેલી 1500 વર્ષ જૂની પરંપરા શુ છે અને તેમા મહિલાઓને પ્રવેશ કરવાની અનુમતિ કેમ નથી. 
 
 
શુ છે 1500 વર્ષ જૂની પરંપરા 
 
ઉલ્લેખનીય છે કે કેરલના ઐતિહાસિક સબરીમાલા મંદિરમાં 10થી 50ની વય સુધીની મહિલાઓના પ્રવેશ પર રોક હતી. પર્વતો પર બનેલા આ મંદિરમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુ આવે છે. પણ તેમા મુખ્ય રૂપે પુરૂષ હોય છે.  મહિલાઓમાં ફક્ત 10 વર્ષની વયથી નાની બાળકીઓ અને 50 વર્ષથી મોટી સ્ત્રીઓને ત્યા આવવાની અનુમતિ છે. 
 
 
મહિલાઓને કેમ નથી અપાતો પ્રવેશ 
સબરીમાલા અયપ્પા ભગવાનનુ મંદિર છે. ભગવાન અયપ્પાને બ્રહ્મચારી અને તપસ્વી માનવામાં આવે છે. તેથી મંદિરમાં માસિક ધર્મની આયુ વર્ગમાં આવનારી સ્ત્રીઓનુ જવુ પ્રતિબંધિત છે. મંદિર ટ્રસ્ટનો દાવો છે કે અહી 1500 વર્ષથી મહિલાઓના પ્રવેશ પર બેન છે.