ઝાંઝર અલક-મલકથી આવ્યું રે...અવનવા આધુનિક ફેશનેબલ ઝાંઝરની રીએન્ટ્રી

વેબ દુનિયા|
P.R

થોડા સમય અગાઉ ઝાંઝરને જૂના જમાનાની ગણીને ફેશનની દુનિયામાંથી વિદાય આપવામાં આવી હતી, પણ હવે તે નવા રૂપ-રંગ લઇને આવી ગયા છે.

સમયની સાથે સાથે ઝાંઝરે પણ અનેક રૂપ ધારણ કર્યા. સિંધુ ખીણની સભ્યરતામાં નારીની જે મૂર્તિઓ મળી છે, તેમાં એટલા વજનદાર ઝાંઝરોના નમૂના જોવા મળે છે કે જો આટલા વજનદાર આજની નારી પહેરે તો તે પગ ઉપાડી ન શકે. એ પછી નારીના પગની કોમળતા મુજબ ઝાંઝર બનવા લાગ્યાા.
નૂપુરને સૌથી વધુ સાધારણ ઝાંઝર માનવામાં આવે છે. તે પાતળી ટયુબ જેવા હોય છે. કિંમતી ઝવેરાત જડેલા ઝાંઝરને મણિનૂપુર કહેવામાં આવતા હતા. ખણખણ કરતા ઝાંઝર કિનકિની કહેવાતા હતા. ચેઇનવાળા ઝાંઝરને જંજીરી કહેવામાં આવતી હતી. એ સિવાય પૈજનિયા, ટખના પટ્ટી, પાદાચૂર, વગેરે અનેક પ્રકારના નામ તેને આપવામાં આવ્યા .
ચાંદીના હવે જૂના જમાનાની વસ્તુક બની ગઇ છે. તેની જગ્યારએ હવે સ્ટોટન, કુંદન મીના, નંગ, ક્રિસ્ટનલ જડેલા ઝાંઝર આવી ગયા છે. આજકાલ લટકણિયાવાળા, ઝાલરદાર, ગોળ, સચિન અને ફિગારોના નામે ઝાંઝર ઓળખાય છે. થોડા વર્ષ પહેલા કડાથી બંધ થતી ‘બંબઇઆ ઝાંઝર' યુવતીઓમાં લોકપ્રિય હતા. હવે તો એકએકથી ચડિયાતી ડિઝાઇનના ઝાંઝરો જોવા મળે છે.
એક સોનીના મત મુજબ ક્રિસ્ટાલ, સ્ટોીન, અમેરિકન ડાયમંડ, બોલ, સાજન, ઓસ્ટ્રેંલિયન સ્ટોુન, અને ફેન્સીન ઝીણું વર્ક કરેલા ઝાંઝરનું વેચાણ વધારે થાય છે. ૫૦ ગ્રામથી લઇને ૨૫૦ ગ્રામ સુધીના ઝાંઝરની કિંમત ૨૫૦ રૂ.થી લઇને ૨૫૦૦ રૂ. સુધીની હોય છે. નોકરીયાત મહિલાઓ તે ખાસ પસંદ કરે છે.

પહેલા મોટાભાગે નવવધૂઓ માટે જ ચાંદીના ઝાંઝર બને. પણ આજકાલ તો સોનાના પણ બને છે. તમે તમારા બજેટ મુજબ ઝાંઝર બનાવી શકો છો. ફેશનેબલ યુવતિઓ રંગબેરંગી ગ્લા સ બીડ્સેવાળા નાજુક ઝાંઝર પસંદ કરે છે. ૨૦ થી લઇને ૮૦ રૂ. સુધીના આ ઝાંઝર અવાજ કરતા નથી. અલગ-અલગ રંગોમાં મળતા હોવાને કારણે ગમે તે ડ્રસ સાથે મેચિંગ કરીને પહેરી શકાય છે. એટલે કે ડ્રેસ કેઝ્યુજઅલ હોય કે વેસ્ટહર્ન, બધા સાથે સારી જ લાગે.


આ પણ વાંચો :