નવરાત્રીમાં ગરબાની રમઝટ સાથે ટ્રેડિશનલ કોસ્ચ્યૂમ અને કેડિયાનો અનોખો ક્રેઝ

navratri
Last Updated: સોમવાર, 15 સપ્ટેમ્બર 2014 (14:04 IST)

નવરાત્રીને આડે હવે માત્ર પંદર દિવસ  જ બાકી રહયા છે ત્યારે નવ દિવસના આસ્થા અને શ્રદ્વાના સૌથી લાંબા ગુજરાતી ફેસ્ટીવલને અમદાવાદી ખેલૈયા મનભરીને માણવા માટે કમર કસી રહ્યા છે. યંગ જનરેશન ભલે ટયૂશન ક્લાસીસ જવામાં આળસ કરતી હોય પરંતુ અવનવા સ્ટેપ શીખવા માટે ગરબા ક્લાસ જરૃર જવા લાગી  છે. નવરાત્રીમાં ગરબાની રમઝટ અને ગીત સંગીતની સાથે સાથે કોસ્ચ્યૂમની પણ બોલબાલા રહે છે.


મોર્ડન જનરેશન ઓળખવા મુશ્કેલ પડે એ હદે પહેરીને રમતા હોય છે. ત્યારે નવરાત્રી સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર એવા 'કચ્છી કેડિયા' નો અમદાવાદીઓમાં અનોખો ક્રેઝ જોવા મળે છે. એટલું જ પણ ખાસ કચ્છી કેડિયા માટે અઠવાડિયા અગાઉ કચ્છના ગામડાઓમાં રોકાઈને ખરીદી કરે છે. કચ્છના અંજાર, પિલલ્જ, ભૂજ, શ્યામ કંથારી, જેવા નાના એવા ગામડીઓની બહેનોનો કચ્છી કેડિયાના છૂટક ભરેલા કડકા બનાવવાનો ગૃહ ઉધોગ ચાલે છે. જે નવરાત્રી દરમ્યાન આખા ગુજરાતને ભરતકામ, ગૂથણકામ, સ્ટોનઆર્ટ, આભલાવર્ક, પેઈન્ટિગવર્ક, જેવા વિવિધ પ્રકારની હસ્તકલાના સંયુક્ત સમન્વયની કચ્છી કેડિયું આકાર પામે છે.

કચ્છની હસ્તકલા વિશ્વપ્રસિદ્વ છે.નવરાત્રી ઉત્સવની ગુજરાતના ઉમળકાભેર ઉજવણી કરવામા આવે છે. મા ની આરાધના અને ગરબામાં સૌથી સારા દેખાવા માટે તમારૃ ડ્રેસિંગ સારુ હોવું જરૃરી છે.નવરાત્રીમાં પરંપરાગત રંગ ભરવા માટે કચ્છી કેડિયા હંમેશા ફેવરિટ રહયા છે.તેની માંગ દર નવરાત્રીએ જોવા મળે છે.તેમ છતાં નવાઇ લાગે તેવી વાત એ છે કે અમદાવાદમાં કચ્છી કેડિયા તૈયાર કરનારા કોઇ જ કારીગર નથી.આથી કે કેડિયાનો કસબ તો કચ્છના ગામડાઓમાં જોવો કે જાણવો હોયતો કચ્છમાં જવું પડે..કચ્છી કેડિયાના કટપિસ લાવીને અમદાવાદીઓ તેને દરજી પાસે જોઈન્ટ કરે છે. જે  ૨ મહિનાને અંતે તૈયાર થાય છે.

કચ્છ જીલ્લાના નાના ગામડાઓમાં રહેતી ગૃહિણો ઘરે બેઠા કચ્છી કેડિયાના નાના કદના ટુકડા બનાવે છે. જેના પર તેઓ વિવિધ પ્રકારનું કચ્છી આર્ટવર્ક કરીને સુંદર બનાવે છે.આ નાના કદના ટુકડાઓનો ભાવ ૫ હજારથી શરૃ થાય છે.જે ૧૦ થી ૧૫ હજાર સુધીની કિંમતના આવે છે.એક કચ્છી કેડિયું બનાવવામાં આવા ૧૮ થી ૨૦ અલગ-અલગ ટુકડાઓની જરુર પડે છે.

આગામી નવરાત્રી ફેસ્ટિવલની છેલ્લા ચાર મહિનાથી પ્રિપરેશન કરી રહેલા કપલ મનીષા અને પિનાકીન શાહ કહે છે કે, અમારો પરીવાર પહેલાથી જ નવરાત્રી ફેસ્ટીવલને એન્જોય કરતો આવ્યો છે. આ માટે અમે ડ્રેસ મટીરિયલ છેલ્લા ચાર મહીના પહેલા જ તૈયાર કરાવ્યું હતું. જેમાં અમે કેડીયું, ચણીયાચોળીમાં વિવિધ પ્રકારના વર્ક કરાવ્યા છે. આ ઉપરાંત વિવિધ એસેસરીઝ જેવી કે ડાંગ, કરતાલ, માથાની પાઘડી, ડાંડીયા, કાનના બૂટીયા, પગના હાથના કળા તેમજ પોચા, કેડિયાની ભરત ભરેલી કોટી, છત્રી, ગળાના ટ્રાએંગલ વગેરેની તૈયારી પંદર દિવસ પહેલા જ થઈ ગઈ છે. અમારા સનને પણ ઈન્ટરેસ્ટ હોવાથી એના માટે પણ કેડીયું તેમજ અન્ય એસેસરીઝ તૈયાર કરાવ્યા છે. આ સાથે સહીયર, હુડો, ભાઈભાઈ, કાઠીયાવાડી, બચ્ચન, રામલીલા, વગેરે જેવા સ્ટેપ પણ આ વર્ષે ફેમસ છે. જે માટે અમે પહેલાથી જ તૈયાર છીએ.
આ પણ વાંચો :