ડીઇઓએ પોતાની ભુલ માની !

અમદાવાદ| વેબ દુનિયા| Last Modified શનિવાર, 21 માર્ચ 2009 (09:50 IST)

બોર્ડની પરીક્ષામાં વિકલાંગ વિદ્યાર્થીઓનો નંબર સ્કૂલના ચોથા માળે આપ્યા હોવાના મામલે હાઇકોર્ટે સૂઓ મોટો રિટ દાખલ કરી ડીઇઓને નોટિસ પાઠવી હતી.

સૂઓમોટો રિટમાં હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ કે.એસ. રાધાક્રિષ્નન અને ન્યાયમૂર્તિ અકીલ કુરેશીની બનેલી ખંડપીઠે બોર્ડની પરીક્ષામાં વિકલાંગ વિદ્યાર્થીઓનો નંબર સ્કૂલના ચોથા માળે આપ્યો હોવાના મામલે જિલ્લા શિક્ષણ અધિકારી (ડીઇઓ)ને નોટિસ જારી કરી હતી. જેમાં ડીઇઓએ પોતાની ભૂલ માની તેને સુધારી લેવા વિનંતી કરી હતી.


આ પણ વાંચો :