રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 10 ઑક્ટોબર 2018 (12:06 IST)

સુરતના શિક્ષણ જગતમાં પહેલીવાર વેકેશનનો વિરોધ કરી 400 સ્કૂલો ચાલુ રખાશે

શિક્ષણ જગતના ઇતિહાસમાં પ્રથમવખત સુરત શહેરમાં સરકારના નિર્ણયની વિરોધમાં જઇને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની ૪૦૦ શાળાઓ નવરાત્રી વેકેશનમાં ચાલુ રાખવાનો લીધેલ નિર્ણયમાં અડગ રહેતા શાળાઓ ચાલુ રહેશે. સંચાલકોનો એક જ મત છે કે વધારે ભણાવવુ ગુનો હોઇ એ આ સરકારમાં સાબિત થઇ ગયુ છે.
રાજયભરમાં નવરાત્રીનો આરંભ થઇ રહયો છે.અને રાજય સરકારે જે નવરાત્રી વેકેશન જાહેર કર્યુ હતુ.તે નિર્ણયને લઇને જે વિરોધ થયો હતો. તે વિરોધને લઇને વેકેશનમાં ફેરબદલી કરશે, એવી સંચાલકોને  આશા હતી. પરંતુ આજે મોડી સાંજે રાજય સરકારમાંથી કોઇ હકારાત્મક પ્રત્યુતર ના આવતા સરકાર નવરાત્રી વેકેશન રાખવા માટે મક્કમ હોવાથી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળો પણ પોતાના નિર્ણયોમાં અડગ રહીને આવતીકાલ બુધવારથી સરકારે વેકેશન જાહેર કર્યુ હોવા છતા શાળાઓ ચાલુ રાખશે.
સંચાલક મંડળ પહેલેથી જ આ વેકેશનનો વિરોધ કરી રહયાં હતા. તેમનો મત હતો કે શિક્ષણના ભોગે વેકેશન ના જોઇએ.સંચાલકોને આશા હતી કે સુરત શહેરમાં માત્ર શાળા સંચાલકો જ નહીં, પરંતુ રત્નકલાકારો, વાલીઓ, અને હિરા ઉદ્યોગ પણ વેકેશનનો વિરોધ કરી રહયા હોવાથી સરકાર નિર્ણય બદલશે. પરંતુ કોઇ જાહેરાત થઇ ના હોવાથી સરકારના નિર્ણયના વિરૂદ્ધમાં આવતીકાલ બુધવારે ૪૦૦ શાળાઓ ચાલુ રહેશે. સરકારી ગ્રાન્ટેડ શાળાઓને બાદ કરતા ખાનગી શાળાઓ, સીબીએસઇ તેમજ અધર બોર્ડની શાળાઓ ચાલુ રહેશે. સ્વંનિર્ભર શાળા સંચાલક મંડળના હોદેદારાનો જણાવ્યા મુજબ જો સરકાર શાળા ચાલુ રાખવા માટે જેલમાં મોકલશે તો જેલમાં પણ જવાની તૈયારી છે. પંરતુ શિક્ષણના ભોગે વેકેશન તો જોઇતુ જ નથી.સાથે જ આ સરકારમાં વધારે ભણાવવુ એ ગુનો હોઇ તે આ સરકારમાં સાબિત થશે.
સુરત શહેરના વરાછા, કાપોદ્વા, કતારગામ, વેડરોડ, નાના વરાછા, મોટા વરાછા સહિતના તમામ સૌરાષ્ટ્રીયન વિસ્તારોમાં સરકારના નવરાત્રીના વેકેશનનો ભારે વિરોધ થઇ રહયો છે. આ વિસ્તારોની મોટાભાગની શાળાઓ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સાથે જોડાઇ છે. અને આ મંડળ દ્વારા શાળાનો સમયમાં ફેરબદલી કરીને શાળાઓ ચાલુ રાખવા માટે રજુઆત કરી હતી. સંચાલક મંડળો એ મોડી સાંજ સુધી સરકારના નિર્ણયમાં ફેરબદલીની રાહ જોઇ હતી. પરંતુ કોઇ ફેરફાર ના થતા સૌરાષ્ટ્રીયન બહુમત ધરાવતા આ વિસ્તારોની શાળામાં નવરાત્રી વેકેશનમાં પણ શાળાઓ ચાલુ રાખવા માટે  જાહેરાત કરી હતી. અને સાથે જ આ વિસ્તારોની મોટાભાગની શાળાઓએ વિદ્યાર્થીઓ ગરબા રમીને શાળાએ આવી શકે તે માટે શાળાના સમયમાં ફેરફાર કર્યો છે. અને સવારે સાત વાગ્યે શરૂ થતી શાળાઓ સાડા આઠ પછી શરૂ કરવાની સતાવાર જાહેરાત કરી દીધી છે. આમ સરકારને નિર્ણયના બદલતા સંચાલકોએ જાતે જ નિર્ણય બદલી ને શાળાઓ ચાલુ રાખતા સરકારને લપડાક મળી છે.