ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 17 જાન્યુઆરી 2022 (12:27 IST)

કોરોના મહામારીના 21 મહિનામાં 1 લાખ 47 હજાર બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી, સુપ્રીમ કોર્ટમાં NCPCR નો રિપોર્ટ

નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) એ સુપ્રીમ કોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે. કમિશનના તાજેતરના આંકડાઓ અનુસાર, 1 એપ્રિલ, 2020  બાદથી દેશના 1 લાખ 47 હજાર 492 બાળકોએ તેમના માતા, પિતા અથવા બંનેને ગુમાવ્યા છે. એનસીપીસીઆરના અહેવાલમાં જણાવાયું છે કે છેલ્લા બે વર્ષમાં અનાથ બાળકોમાંથી મોટાભાગના માતાપિતાએ કોરોનાવાયરસ અથવા અન્ય કોઈ ઘટનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
 
NCPCRએ સુઓ મોટુ સંબંધિત એક કેસમાં સુપ્રીમ કોર્ટને આ માહિતી આપી હતી. તેમાં સુપ્રીમ કોર્ટે પંચને પૂછ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન પોતાના માતા-પિતાને ગુમાવનારા બાળકોની સંખ્યા કેટલી છે. આ અંગે NCPCRએ આ આંકડા કોર્ટને સોંપ્યા છે. કમિશને એમ પણ કહ્યું કે તેનો ડેટા 11 જાન્યુઆરી, 2021 સુધીનો છે અને 'બાલ સ્વરાજ પોર્ટલ - કોવિડ કેર' માં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા આપવામાં આવેલા ડેટાના આધારે એકત્રિત કરવામાં આવ્યો છે.
 
NCPCR અનુસાર, 11 જાન્યુઆરી સુધી અપલોડ કરવામાં આવેલ ડેટા દર્શાવે છે કે દેશમાં એપ્રિલ 2020 થી અત્યાર સુધીમાં માતા-પિતા બંનેને ગુમાવનારા બાળકોની સંખ્યા 10 હજાર 94 છે, જ્યારે માતાપિતામાંથી કોઈ એકને ગુમાવનારા બાળકોની સંખ્યા 10 હજાર 94 છે. * લોકોની સંખ્યા 1 લાખ 36 હજાર 910 થઈ. આ સિવાય તરછોડાયેલા બાળકોની સંખ્યા 488 રહી. જો આ તમામ આંકડાઓને જોડવામાં આવે તો દેશમાં માતા-પિતાને ગુમાવનારા બાળકોની સંખ્યા 1 લાખ 47 હજાર 492 પર પહોંચી જાય છે.
 
કેટલી ઉંમરના કેટલા બાળકોએ ગુમાવ્યા માતા-પિતા?
માતા-પિતાને ગુમાવનારા બાળકોમાં 76 હજાર 508 છોકરાઓ હતા, જ્યારે 70 હજાર 980 છોકરીઓ હતી, જ્યારે ચાર ટ્રાન્સજેન્ડર બાળકો પણ સામેલ હતા. એફિડેવિટના અનુસાર જે વયજૂથના બાળકો મહામારી દરમિયાન સૌથી પ્રભાવિત તહ્યા, તેમાં આઠમાંથી 13 વર્ષના 59,010 બાળકો, 14-15 વર્ષના 22 હજાર 763 બાળકો, 16-18 વર્ષના 22,626 બાળકો સામેલ રહ્યા. આ ઉપરાંત, આ સમયગાળા દરમિયાન ચારથી સાત વર્ષની વયના 26,080 બાળકોએ, માતા કે પિતા અથવા બંનેએ આ દરમિયાન જીવ ગુમાવ્યો હતો.
 
કયા રાજ્યોમાં માતા-પિતા ગુમવાનાર બાળકોની સંખ્યા સૌથી વધુ?
એપ્રિલ 2020 થી કોવિડ અને અન્ય કારણોસર તેમના માતાપિતા અથવા માતાપિતા બંને ગુમાવનારા બાળકોની રાજ્યવાર વિગતો આપતા, કમિશને કહ્યું કે આવા બાળકોની સૌથી વધુ સંખ્યા ઓડિશા (24,405) છે. તે પછી મહારાષ્ટ્ર (19,623), ગુજરાત (14,770), તમિલનાડુ (11,014), ઉત્તર પ્રદેશ (9,247), આંધ્રપ્રદેશ (8,760), મધ્ય પ્રદેશ (7,340), પશ્ચિમ બંગાળ (6,835), દિલ્હી (6,629) અને રાજસ્થાન (6,827) નો નંબર આવે છે
 
માતા-પિતા ગુમાવનારા બાળકોની શું હાલત છે?
NCPCR એ બાળકોના આશ્રયસ્થાનની વર્તમાન સ્થિતિ વિશે પણ માહિતી આપી હતી. આ મુજબ, સૌથી વધુ બાળકો (1,25,205) માતા અથવા પિતા કોઇ એકની સાથે છે, જ્યારે 11,272 પરિવારના સભ્યો સાથે છે અને 8,450 વાલીઓ સાથે છે. સોગંદનામામાં જણાવાયું છે કે 1,529 બાળકો ચિલ્ડ્રન હોમમાં, 19 ઓપન શેલ્ટર હોમમાં, બે ઓબ્ઝર્વેશન હોમમાં, 188 અનાથાશ્રમમાં, 66 વિશેષ દત્તક એજન્સીઓમાં અને 39 હોસ્ટેલમાં છે. કમિશને સર્વોચ્ચ અદાલતને જાણ કરી હતી કે તે દરેક રાજ્ય/યુટીના SCPCR સાથે પ્રદેશ મુજબની બેઠકો કરી રહ્યું છે અને ઉત્તર-પૂર્વના રાજ્યો સાથે વર્ચ્યુઅલ બેઠક 19 જાન્યુઆરીએ યોજાવવાની છે.